ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટની નારાજગી, એક ગુના માટે આરોપીને પાસા હેઠળ અટકાયતમાં ન લઇ શકાય - Ahmedabad City Commissioner of Police

પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA)ની જોગવાઈઓ સાથે દારુ પ્રતિબંધના કેસના આરોપીની અટકાયત બદલ અમદાવાદ પોલીસ સામે ગુજરાત હાઇકોર્ટની નારાજગી સામે આવી હતી. આ મામલે રાજ્ય સરકાર અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને હાઈકોર્ટે નોટિસ પાઠવી છે.

Etv Bharatગુજરાત હાઇકોર્ટની નારાજગી, એક ગુના માટે આરોપીને પાસા હેઠળ અટકાયતમાં ન લઇ શકાય

author img

By

Published : Sep 2, 2022, 3:58 PM IST

અમદાવાદ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ ( PASA )ની જોગવાઈઓ અને પ્રતિબંધના કેસ જે આરોપી ઉપર કરવામાં આવ્યો છે તે વ્યક્તિ સામે અટકાયતનો આદેશ પસાર કરવા બદલ હાઇકોર્ટે અમદાવાદ પોલીસ સામે નારાજગી દર્શાવી છે.

કેસની વિગત આ તમામ કેસની વિગતો જોઈએ તો આરોપી હિતેશ પટેલને સામે દારૂબંધીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હિતેશ પટેલ સામે દારૂબંધીનો કેસ દાખલ કર્યા બાદ પાસા હેઠળ કેસ કરવાની દરખાસ્ત કરવામાં આવતા કોર્ટે આ બાબતે વિરોધ નોંધાયો હતો. એટલું જ નહીં કોર્ટે આ કેસમાં PASA હેઠળ કાર્યવાહી નહીં કરવા માટેનું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

પાસાના નિયમોની માર્ગદર્શિકા યાદ કરાવી હિતેશ પટેલની અટકાયત બાદ જ્યારે તેની અરજીની સુનાવણી ચાલી રહી હતી. ત્યારે જસ્ટિસે સરકારી વકીલને એમ પણ કહ્યું હતું કે શું તમને એટલી પણ જાણ નથી કે એક ગુના માટે થઈને કોઈ પાસા ( PASA ) થતો નથી. તમામ નિયમોની જે માર્ગદર્શિકા બનેલી છે તેની અધિકારીઓને પણ શું જાણ નથી?

આ પણ વાંચો ગુજરાત વિધાનસભામાં પાસાના કાયદાને વધુ વિસ્તૃત બનાવતો ગુંડા એકટ પસાર

આરોપીને અટકાયતમાં લેવા મનાઇ ફરમાવી હાઇકોર્ટે આ ટકોર કર્યા બાદ હિતેશ પટેલને PASA હેઠળ અટકાયતમાં લેવાની ના ફરમાવી હતી. એ સાથે જ વધુમાં જણાવ્યું હતું કે પાસા હેઠળ કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવાનો હેતુ ત્યારે જ હોય છે કે જ્યારે તે વ્યક્તિ સમાજને ખલેલ પહોંચાડવા માટે ખતરારૂપ બની ગયો હોય. અથવા તો જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માગતો હોય. જ્યારે આ વ્યક્તિ એવું કંઈ પણ કરવા માંગતો નથી તો આરોપી પર પાસા (PASA ) લગાવવાની જરૂર જ રહેતી નથી.

આ પણ વાંચો રાજ્યમાં શાંતિ અને સુરક્ષા માટે મહત્વના 2 કાયદા કેબિનેટ બેઠકમાં પસાર થયા, જુઓ વિગતવાર અહેવાલ

સંબંધિત અધિકારીને કોર્ટમાં લાવવા ટકોર આ બાબતને ગંભીર ગણતા હાઇકોર્ટે એ પણ ટકોર કરી હતી કે અધિકારીઓ દ્વારા આ વારંવાર પ્રકારની ભૂલ કરવામાં આવી રહી છે. જો તેમ છતાં પણ તેઓ સમજી શકતા નથી તો જે તે સંબંધિત અધિકારીને કોર્ટમાં લેતા આવો અને અમે તેમને સમજાવીશું અથવા તો અમે તેમને કરેલી ભૂલના વળતર માટે યોગ્ય આદેશ પણ આપી શકીશું. કોર્ટની આ ટકોર સાથે જ સરકારી વકીલે જણાવ્યું હતું કે તે કોર્ટનું આ સૂચન સંબંધિત અધિકારી સુધી પહોંચાડી દેશે.

રાજ્ય સરકાર અને શહેર પોલીસ કમિશનરને નોટિસ પાઠવી આ સુનાવણી બાદ હાઇકોર્ટ હિતેશ પટેલને પાસા હેઠળ અટકાયતમાં લેવાની ના ફરમાવી દીધી હતી. એટલું જ નહીં હાઇકોર્ટે પોલીસની ગંભીર પ્રકારની ભૂલ ગણાવીને રાજ્ય સરકાર અને શહેર પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે અને 29 સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.