- શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો
- જસ્ટિસ ડી. કે. મહેતા તપાસ પંચ પોતાનો અહેવાલ સુપરત કરી શકશે
- નામદાર હાઈકોર્ટે કમિટી રિપોર્ટ પર લાગેલા સ્ટેને હટાવી લીધો
અમદાવાદઃ આજે ગુજરાત હાઈકોર્ટે શ્રેય હોસ્પિટલ આગ મામલે તૈયાર કરાયેલા કમિટીના રિપોર્ટને જાહેર કરવા મંજૂરી આપી હતી. કમિશન હવે પોતાને જ્યારે રિપોર્ટ જાહેર કરવાનું યોગ્ય લાગે ત્યારે જાહેર કરી શકશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં શ્રેય હોસ્પિટલના ICU વૉર્ડમાં આગ લાગતા 8 નિર્દોષોએ જીવ ગુંમાવ્યો હતો. તેની તપાસ માટે સરકારે કમિટીની નિમણુંક કરી હતી, ત્યારે આજે નામદાર હાઈકોર્ટે કમિટીના રિપોર્ટને જાહેર કરવાની મંજૂરી આપી હતી.
શ્રેય હોસ્પિટલનો કેસ સિંગલ જજ પાસે પેન્ડિંગ
શ્રેય હોસ્પિટલનો કેસ સિંગલ જજ પાસે પેન્ડિંગ છે. સુનવણી દરમિયાન તેને જાહેર કરવા પર સ્ટે મૂક્યો હતો. સિંગલ જજના નિર્ણયથી અસંતોષ થાતા રાજ્ય સરકારે અપીલ કરી હતી. આજે નામદાર કોર્ટે મનાઈ હુકમ ઉઠાવી લઇ રિપોર્ટ સબમિટ કરવાની મંજૂરી આપી હતી.
આપણ વાંચોઃ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ કેસની 19 માર્ચે કોર્ટ આપશે સુનાવણી
બંધારણીય કાયદાને લઇ અહીં સૌથી મોટો પ્રશ્ન- અરજદારના વકીલ
અરજદારના વકીલ પર્સી કાવિનાએ ETV ભારતને પોતાની અંગત રાય સાથે જણાવ્યું હતું કે, બંધારણીય કાયદાને લઇ અહીં સૌથી મોટો પ્રશ્નએ ઉદ્ભવે છે કે, સરકાર અને કમિશન ઓફ ઇન્કવાયરી વચ્ચે અંતર હોવું જોઈએ પણ અહીં એકથી વધુ જગ્યાએ એડવોકેટ જનરલ કમિશનએ સરકારનો મિત્ર છે તેવું કહે છે. વધુમાં સિનિયર એડવોકેટ પર્સી કાવિનાએ જણાવ્યું હતું કે, મારોએ વાત સાથે નમ્ર વિરોધ છે. કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ અને સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના આદેશોમાં તે સ્પષ્ટ પણ છે. તેથી મિત્રતાનો સબંધ અહીં છાજે તેમ નથી અને આગળ જઈને સિંગલ જજ પાસે આ અંગે દલીલ પણ કરવામાં આવશે.