ETV Bharat / city

ભાજપના કેન્દ્રમાં ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ છે, ગુજરાતની ચૂંટણીઓ માટે ભાજપ તૈયાર : આઈ. કે. જાડેજા

આગામી વિધાનસભાની પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ફરી એકવાર બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.

ભાજપના કેન્દ્રમાં ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ છે, ગુજરાતની ચૂંટણીઓ માટે ભાજપ તૈયાર : આઈ. કે. જાડેજા
ભાજપના કેન્દ્રમાં ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ છે, ગુજરાતની ચૂંટણીઓ માટે ભાજપ તૈયાર : આઈ. કે. જાડેજા
author img

By

Published : Sep 28, 2020, 6:13 PM IST

અમદાવાદઃ જુદા-જુદા સંગઠનો દ્વારા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા ચૂંટણીઓ રદ કરવાની માગ ઉઠી છે. ત્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ચૂંટણીઓની તારીખ જાહેર કરવાની અને યોજવાની સંપૂર્ણ જવાબદારી ચૂંટણીપંચની છે. કોરોનાવાયરસની ગાઈડલાઈનના પાલન સાથે ચૂંટણી લડવા ભાજપ હમેંશા તૈયાર છે અને તેઓ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપના કેન્દ્રમાં ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ છે, ગુજરાતની ચૂંટણીઓ માટે ભાજપ તૈયાર : આઈ. કે. જાડેજા
બીજી તરફ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા ભાજપના જુદાજુદા હોદ્દા ઉપર વરણી કરવામાં આવી હતી. તેમાં ગુજરાતમાંથી ફક્ત ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થતાં, ગુજરાતને કેન્દ્રીય લેવલે ભાજપમાં યોગ્ય પ્રતિનિધિત્વ નહીં મળ્યું હોવાનો પ્રશ્ન ઉભો થયો હતો. તેના જવાબમાં આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ગુજરાતના છે અને ગૃહપ્રધાન પણ ગુજરાતના છે, ત્યારે ગુજરાતના પ્રતિનિધિત્વની કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.ભાજપમાં પોરબંદરમાંના આંતરિક કલહ અંગે આઇ.કે.જાડેજાએ નિવેદન આપવાનું ટાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.