ETV Bharat / city

કેન્દ્રમાંથી ગુજરાતને PMAY-U અંતર્ગત 9034 કરોડની સહાય મળીઃ MP Parimal Nathwani ના સવાલનો જવાબ

વર્ષ 2018-19થી છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના - અર્બન (PMAY-U) અંતર્ગત ગુજરાતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે કુલ 4,75,366 લો-કોસ્ટ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રમાંથી ગુજરાતને PMAY-U અંતર્ગત 9034 કરોડની સહાય મળીઃ MP Parimal Nathwani ના સવાલનો જવાબ
કેન્દ્રમાંથી ગુજરાતને PMAY-U અંતર્ગત 9034 કરોડની સહાય મળીઃ MP Parimal Nathwani ના સવાલનો જવાબ
author img

By

Published : Jul 28, 2021, 9:56 PM IST

  • ગુજરાતમાં 3 વર્ષમાં 4.75 લાખ મકાનોનું નિર્માણ થયું
  • ગુજરાતને 9034 કરોડની સહાય મળી
  • રાજ્યસભામાં પરિમલ નથવાણીનો સવાલ

નવી દિલ્હી- કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકોના આવાસ નિર્માણ (PMAY-U) માટે કુલ રૂ. 9,034.17 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ( Rajya Sabha MP Parimal Nathwani ) દ્વારા પૂછવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં આવાસ અને શહેરીપ્રધાન કૌશલ કિશોરે ( Housing and Urban Minister Kaushal Kishore ) આ માહિતી રાજ્યસભામાં આપી હતી.
દેશમાં અંદાજે 33,510 ઝૂંપડપટ્ટીઓ, ગુજરાતમાં 2,923 ઝૂંપડપટ્ટી વિસ્તારો છે
કેન્દ્રીયપ્રધાનના નિવેદન મુજબ, દેશમાં અંદાજે 33,510 ઝૂંપડપટ્ટીઓ આવેલી છે અને વર્ષ 2021માં થયેલી વસ્તી ગણતરી મુજબ 6,54,94,604 જેટલી વસ્તી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના 69મા રાઉન્ડ મુજબ, ગુજરાત રાજ્યમાં 2,923 ઝૂંપડપટ્ટી વિસ્તારો આવેલા છે, જેમાં 16,80,095 જેટલા લોકો રહે છે.
સ્લમવિસ્તારના લોકો માટે આવાસોનું નિર્માણ કરાયું
પરિમલ નથવાણી ( Rajya Sabha MP Parimal Nathwani ) જાણવા માગતા હતા કે દેશમાં કેટલા સ્લમ વિસ્તારો છે અને તેમાં કેટલા લોકો આશરો લઈ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે ઓછા ખર્ચે તૈયાર થયેલા આવાસો માટે કેટલી નાણાકીય ફાળવણી કરવામાં આવી છે તથા છેલ્લાં ત્રણ વર્ષમાં તેમના માટે કેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સરકારે 3 વર્ષમાં 41,13,844 આવાસોનું નિર્માણ કર્યું
કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ રૂ. 71,445.79 કરોડની સહાય પૂરી પાડી છે, જેમાં આ સમયગાળા દરમિયાન દેશમાં કુલ 41,13,844 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમ કેન્દ્રીયપ્રધાને ( Housing and Urban Minister Kaushal Kishore ) નિવેદનમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ મળ્યા

આ પણ વાંચોઃ ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતાં રેલવે પ્રોજેક્ટ પ્રગતિમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.