ETV Bharat / city

બે વર્ષ પછી ગુજરાત સરકાર શક્તિ પીઠો પર કરાશે ગરબાનું આયોજન - પાવાગઢ શક્તિપીઠ

બે વર્ષ પછી લોકો ભારે ઉત્સાહ સાથે તેહવારોની ઉજણી કરી રહ્યા છે. ગુજરાત સરકાર શક્તિ પીઠો પર ગરબાનું આયોજન કરશે. ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે. ગુજરાત સરકાર આ શક્તિ પીઠો પર ગરબાનું આયોજન કરવા જઈ રહી છે.Navratri 2022, Shardiya Navaratri 2022, gujarat garba 2022, Gujarat government will organize Garba

બે વર્ષ પછી ગુજરાત સરકાર શક્તિ પીઠો પર કરાશે ગરબાનું આયોજન

author img

By

Published : Sep 2, 2022, 12:25 PM IST

Updated : Sep 2, 2022, 1:36 PM IST

અમદાવાદ આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ આવી રહ્યું છે ત્યારે સૌ ખેલૈયાઓ પણ નવરાત્રિમાં થનગનાટ માટે તૈયાર થઈ ગયા છે. નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું (Navratri 2022)પણ પર્વ છે. ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શક્તિ પીઠો પર ગરબાનું(Gujarat government will organize Garba)આયોજન કરશે.

નવ દિવસો ખૂબ જ પવિત્ર નવરાત્રિ દરમિયાન દેશભરમાં અનેક જગ્યાએ મેળાઓ યોજાય છે. આ ઉપરાંત મંદિરોમાં જાગરણ અને મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની ઝાંખીઓ બનાવવામાં આવે છે. નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના કરવાથી ભક્તોને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ નવ દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને નવરાત્રિ દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે. નવરાત્રિ વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી ઉજવવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રી (Shardiya Navaratri 2022)નો મહાપર્વ 26 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબર, બુધવાર સુધી ઉજવાશે.

અંબાજી શક્તિપીઠ ગુજરાતની ઉત્તરમાં આવેલી અરવલ્લી પર્વતની ગીરીમાળામાં ગબ્બર આવેલો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. તેનું મુળ સ્થાનક તો ગબ્બર છે જેને આરાશુરનુ શિખર તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિમાં અહીં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામે છે. દેશ વિદેશમાંથી લોકો ચાચર ચોકમાં ગરબા ગાવા માટે ઉત્સાહિત હોય છે.

આ પણ વાંચો પોતાના ઉદરથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતા કુષ્માંડા, જાણો મા નવદુર્ગાના ચતુર્થ સ્વરુપનો મહિમા...

પાવાગઢ શક્તિપીઠ પાવાગઢ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢનું મંદિર આવેલું છે. પાવાગઢ મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે લગભગ જ એવો કોઈ ગુજરાતી હશે જેણે આ પવિત્ર શક્તિપીઠની મુલાકાત ના લીધી હોય. જયારે પણ આપણને એક કે બે દિવસની રજાઓ મળે છે અને આપણે કોઈ નજીકના સ્થળની મુલાકાત લેવાનું નક્કી કરીએ ત્યારે આપણા લીસ્ટમાં સૌથી પહેલા પાવાગઢનું નામ આવે છે.

આ પણ વાંચો નવરાત્રિમાં કૉંગ્રેસ-AAPના નેતાઓ આવશે ગુજરાત, બોલાવશે દાંડિયાની રમઝટ

બહુચરાજી શક્તિપીઠ ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ આ સ્થાન એટલે બહુચરાજી કહેવાય છે. આ મંદિરની એવી માનતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઇ જાય છે. અહિયાં ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે. બહુચરાજીથી ફક્ત 14 કિલોમીટર દુર મોઢેરાનું સૂર્યમંદિર આવેલ છે.

Last Updated : Sep 2, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.