ETV Bharat / city

ગુજરાતના ગણપતિ મંદિરો, જાણો કઈ રીતે થઈ તેની સ્થાપના અને કેમ થયા બપ્પા પ્રસન્ન - oldest Ganapati of Gujarat

ભારતમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને ગણેશ ચતુર્થી ઉજવવાનો સમય આવી ગયો છે. આ તહેવાર સામાન્ય રીતે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે અને આ વખતે તે 31 ઓગસ્ટ, 2022 ના રોજ મનાવવામાં આવશે. જે ગણેશોત્સવ તરીકે પણ ઓળખાય છે, ગણપતિ પૂજા એ 10 દિવસ લાંબો તહેવાર છે, જે અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. ત્યારે ગુજરાતમાં કેટલાક એવા મંદિરો છે જ્યા આ તહેવાર ખૂબ જ ધામઘૂમથી ઉજવવામાં આવે છે. Ganesh Chaturthi 2022, Gujarat Famous Ganesha Temples, Ganeshotsav celebration

ગુજરાતના ગણપતિ મંદિરો, જાણો કઈ રીતે થઈ તેની સ્થાપના અને કેમ થયા બપ્પા પ્રસન્ન

author img

By

Published : Aug 28, 2022, 5:22 PM IST

ન્યુઝ ડેસ્ક ભગવાન ગણેશ સંપત્તિ, વિજ્ઞાન, જ્ઞાન, શાણપણ અને સમૃદ્ધિના દેવની ભક્તો દરેક શુભ અને મહત્વપૂર્ણ કાર્ય પહેલાં તેમની પૂજા (Ganesh Chaturthi puja) કરે છે. ભગવાન ગણેશને 108 જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે અને તેમાંના કેટલાકમાં ગજાનન, વિનાયક અને વિઘ્નહર્તાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો ગણેશ ચતુર્થી પર આ રાશિના લોકોને વિશેષ પૂજાથી થશે ફાયદો, જાણો વિશેષ પૂજા

1 અમદાવાદ નજીક આવેલા કોઠ ગણપતિ અમદાવાદ નજીક કોઠ ગામ પાસે આવેલું ગણપતપુરા મંદિર ભક્તોમાં ભારે આસ્થા અને વિશ્વાસ ધરાવે છે. ઇસ 1878માં બાંધકામ થયેલું આ મંદિર ઈસ 933 પૂર્વે જમીનમાં ખોદકામ બાદ દુદાળા દેવની મૂર્તિ આભૂષણો સાથે મળી આવી હતી. આ પ્રતિમાને લઈને ગામના અગ્રણીઓ વચ્ચે વિવાદ થતા પ્રતિમા ગાડામાં રાખવામાં આવતા ગાડુ બળદ વગર ચાલવા લાગ્યું અને કોઠ ગામ નજીક આવેલા ટેકરી પર ગાડુ આપોઆપ ઊભુ રહી ગયું અને મૂર્તિ ગાડામાંથી એની જાતે ચાલીને ત્યાં સ્થાપિત થઈ જાય છે, ત્યારથી ધોળકા નજીક આવેલા કોઠ ગામ ના મંદિર ને ગણપતપુરા મંદિર (Ganpatpura of gujarat) તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન દુંદાળા દેવના ભક્તો દર્શન કરવા માટે આવીને તેમના શંકટ ગણપતિ મહારાજ દૂર કરે તેવી પ્રાર્થના કરીને દર્શન કરે છે.

2 જૂનાગઢના ઇગલ ગણપતિમાં ભક્તો ધરાવે છે અનન્ય શ્રદ્ધા જૂનાગઢમાં આવેલું ઇગલ ગણપતિ ભક્તો માટે ભારે આસ્થા ધરાવે છે, વર્ષો પૂર્વે અહીં ઔદ્યોગિક એકમ માં ખોદકામ કરવામાં આવતાં જમીનમાંથી ગણપતિ મહારાજની પ્રતિમા બહાર આવી હતી. જેને લઇને અહીં ગણપતિનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને સમગ્ર વર્ષ દરમિયાન ખાસ કરીને મંગળવાર ગણેશ ચતુર્થી અને સંકટ ચોથના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઇગલ ગણપતિના દર્શન કરીને પોતાના તમામ કષ્ટો ગણપતિ મહારાજ દૂર કરે તેવી પ્રાર્થના અને આસ્થા સાથે ગણપતિના દર્શન કરે છે. અહીં ઉદ્યોગકાર એ પોતાના કારખાનામાં જમીન માટે ગણપતિની મૂર્તિ મળ્યા બાદ મંદિરનું સર્જન કર્યું છે આ મંદિર ની ખાસ વિશેષતા એ છે કે, ગણપતિ મહારાજ ખૂબ જ જાગૃત હોવાની સાથે અહીં કોઈ પણ પ્રકારનો ફાળો દાન કે ભેટનો સ્વીકાર કરવામાં આવતો નથી.

3 વડોદરાના ધુડીરાજ ગણપતિ છે રહસ્યમય વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ધુડીરાજ ગણપતિ ગુજરાતના સૌથી જૂના ગણપતિ (oldest Ganapati of Gujarat) હોવાનું માનવામાં આવે છે, આ ગણપતિ મંદિર ખૂબ જાણીતું નથી પરંતુ ગણપતિ મહારાજના ચમત્કાર અને તેમના રહસ્યોથી પરિચિત તેમના ભક્તો માટે ગણપતિ મંદિર ખુબ જ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની રહે છે. સમગ્ર વર્ષ દરમિયાન આ મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. વિશેષ કરીને ગણેશ ચતુર્થી અને સંકટ ચોથના દિવસે ગણપતિના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. સાથે સાથે ધુડીરાજ ગણપતિ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાને કારણે પણ ખૂબ જાણીતું નહીં હોવા છતાં પણ ભક્તોમાં ભારે આસ્થા ધરાવે છે.

આ પણ વાંચો ભાવનગરમાં ઇક્કો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સાથે અલગ અલગ વેશભૂષાનું અદભુત સર્જન

4 મહેસાણાના ઐઠોર ગણપતિ માટી માંથી આપે છે દર્શન મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઐઠોર ગણપતિ ભક્તોમાં ખૂબ જ પ્રિય જોવા મળે છે પુષ્પાવતી નદીને કાંઠે આવેલો આ મંદિર ગણપતિના ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર પણ પાછલા અનેક દસકાઓથી બની રહ્યું છે. ઐઠોર ગણપતિ મંદિર ગણપતિ મહારાજની પ્રતિમાને લઈને સમગ્ર રાજ્યમાં વિશેષ જોવા મળે છે, અહીં બિરાજમાન ગણપતી મહારાજની પ્રતિમા આરસ કે અન્ય ધાતુમાંથી નહીં પરંતુ માટીમાંથી બનેલી પ્રતિમા છે અને આજે સૌકાઓ બાદ ગણપતિ મહારાજ ની માટીમાંથી બનેલી પ્રતિમા ગણપતિ મહારાજ ની હાજરીના દર્શન કરાવે છે. ઐઠોર ગણપતિ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ મંદિર તરીકે પણ નામના મેળવી ચૂક્યું છે. ઐઠોર ગણપતિના દર્શન કરીને પ્રત્યેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ ધાર્મિક માન્યતા છે, જેને લઇને મંદિર ગુજરાતમાં સૌથી ખાસ અને વિશેષ બની રહ્યું છે.

5 ઢાંક ગામના ગણપતિ ભક્તોના પત્રોનો આપે છે જવાબ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલા ઢાંક ગામ ના ગણપતિ સમગ્ર ભારત વર્ષના વિશેષ ગણપતિ ઢાક ગણપતિ ભક્તોના પત્રોના જવાબ આપતા ગણપતિ તરીકે પણ સમગ્ર ભારત વર્ષમાં જાણીતા છે. ધાર્મિક માન્યતા અનુસાર અહીં ભક્તો પોતાની પ્રાર્થના કસ્ટ અને ફરિયાદો ગણપતિ મહારાજને પત્ર ના રૂપ માં લખીને મોકલે છે. દૈનિક ધોરણે 50 કરતાં વધુ પત્રો આજે પણ ગણપતિ મહારાજના નામ પર આવે છે. આવેલા પત્રોનું મંદિરના પૂજારી ગણપતિ મહારાજની પ્રતિમા સમક્ષ વાંચન કરે છે અને ગણપતિ મહારાજને તેમના ભક્તોની સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી પ્રાર્થના કરે છે. ઢાક ગણપતિ (Ganapati of Dhak village) પત્ર દ્વારા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાને કારણે પણ તે સમગ્ર ભારત વર્ષમાં સૌથી વિશેષ ગણપતિ તરીકે નામના મેળવી ચુક્યા છે.

6 શંખ છીપલા અને રાખોડી માટીના ગજાનન ગણપતિ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં આવેલા ગજાનંદ મહારાજ સૌથી વિશેષ જોવા મળે છે. ૪૦૦ વર્ષ પૂર્વે યાજ્ઞવલ્ક ઋષિ દ્વારા સૂર્ય મહારાજ ની આકરી તપશ્ચર્યા કર્યા બાદ અહીં ગણપતિ મંદિર પ્રસ્થાપિત કરવાથી લઈને અનેક પ્રયાસો થયા, પરંતુ ગણપતિ મહારાજની પ્રતિમા ભાણખેતરમાં સ્થાપિત ન થઇ શકતા અંતે જમીન માંથી શંખ છીપલાં અને રાખોડી માટી બહાર આવી અને તેમાંથી ગજાનન ગણપતી મહારાજની પ્રતિમા તૈયાર કરવામાં આવી, જે આજે પણ ૪૦૦ વર્ષથી સતત દર્શન આપી રહી છે. શંખ છીપલાં અને રાખોડી માટીમાંથી બનેલી ગણપતિ મહારાજની પ્રતિમા આજે ગજાનંદ ના ભક્તોમાં ભારે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની રહી છે.

7 ભાલકામાં કાર્તિકેયનની સાથે ગજાનન આપે છે દર્શન સોમનાથ નજીક ભાલકા વિસ્તારમાં આવેલું ગણપતિની સાથે મોટાભાઈ કાર્તિકેય દર્શન આપી રહ્યા છે. મોટે ભાગે ગણપતિ મંદિરમાં ગજાનન મહારાજની પ્રતિમા હોય છે, પરંતુ ભાલકાના મંદિરમાં ગણપતિ ની સાથે મોટાભાઈ કાર્તિકેય ના પણ દર્શન થઈ રહ્યા છે જેથી આ મંદિરને કાર્તિકેય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ગણપતિના ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે અહીં દક્ષિણ ભારતમાંથી ખૂબ બહોળા પ્રમાણમાં ભક્તો ગજાનના દર્શન કરવા માટે આવતા હોય છે. કાર્તિકેય મંદિરમાં ગણપતિ મહારાજની સાથે કાર્તિકેય પ્રત્યેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે, જેને લઇને આ મંદિર ભક્તોમાં અનન્ય આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.