- ચાર વીજ કંપનીઓ દ્વારા તેના 1.30 કરોડ કરોડ વસુલવામાં આવ્યા
- વીજદરમાં યુનિટદીઠ 21 પૈસાનો વધારો કરવાનો નિર્ણય
- યુનિટ રૂપિયા 4.30થી વધારીને રૂપિયા 4.48 કરી આપ્યા
અમદાવાદ : ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ દ્વારા તેના 1.30 કરોડ વીજ જોડાણ ધારકો માટે ફ્યૂલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વસૂલવામાં આવ્યો છે. આ વીજદરમાં યુનિટદીઠ 21 પૈસાનો વધારો કરવાનો નિર્ણય ગુજરાત વીજ નિયમન પંચે કર્યો છે. ગુજરાત વીજ નિયમન પંચે આ વધારો આપવા માટે પાવર પરચેઝ કોસ્ટના પાયાના ભાવ યુનિટ રૂપિયા 4.30થી વધારીને રૂપિયા 4.48 કરી આપ્યા છે. આમ બેઝિક દરમાં 18 પૈસાનો વધારો આપ્યો છે. તેવી જ રીતે ફ્યૂલના બેઝિક ભાવ રૂપિયા એક પોઈન્ટ 59થી વધારીને રૂપિયા 1.80 કરી આપ્યા છે.
આ પણ વાંચો : વીજ વિતરણ કંપનીઓનું દેવું વધીને સાડા ચાર લાખ કરોડનું
2021-22ના વીજબિલમાં આ વધારો જોવા મળશે
વર્ષ 2021-22ના વીજબિલમાં આ વધારો જોવા મળશે. તેને કારણે 1.20 કરોડ વીજળી વાપરતા ગ્રાહકોને માથે વર્ષે રૂપિયા 1,200 કરોડ નો વીજ દર વધારાનો બોજો આવશે. એક મહિનામાં આ બોજો 175 કરોડ રૂપિયા થશે.