ETV Bharat / city

ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલએ વડોદરાના DEOને 5,000નો દંડ ફટકાર્યો - ન્યાયાલય આપણી વ્યવસ્થાનો મુખ્ય ભાગ

અમદાવાદમાં કોર્ટની અવગણનાની ઘટના સામે આવી હતી. વડોદરાના એક કર્મચારીને શારીરિક ઈજાના કારણે સ્વેચ્છાએ રાજીનામું આપવા મામલે ગુજરાત શૈક્ષણિક સંસ્થા ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. આ અંગે કોર્ટે DEOને હાજર રહેવા હુકમ કર્યો હતો, આમ છતાં DEO દ્વારા તેનું પાલન કરવામાં ન આવતા કોર્ટે તેમને 5,000નો દંડ કર્યો હતો.

ટ્રિબ્યુનલએ વડોદરાના DEOને 5,000નો દંડ ફટકાર્યો

author img

By

Published : Aug 5, 2021, 5:01 PM IST

  • ટ્રિબ્યુનલના આદેશનો ઉલ્લંઘન કરતા જિલ્લા શિક્ષણ અધિકારીને કરાયો દંડ
  • 5,000નો દંડ તેમના પગારમાંથી કાપવા કોર્ટે કર્યો આદેશ
  • નોન બેલેબલ વોરંટ કેમ ન કાઢવામાં આવે તેના પર મંગાયો ખુલાસો

અમદાવાદ : સામાન્ય રીતે ન્યાયાલય આપણી વ્યવસ્થાનો મુખ્ય ભાગ છે, જે લોકશાહીના તમામ પાસાઓ વચ્ચે સંતુલન જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટની આ કામગીરી વચ્ચે દખલગીરી કરે છે, ત્યારે હાઇકોર્ટ દ્વારા હંમેશાં કડક વલણ અપનાવવામાં આવતું હોય છે. ભારતના બંધારણમાં ન્યાયાલયના હુકમની અવગણના સામે કાર્યવાહી કરવા કોર્ટ સ્વતંત્ર છે. આવી જ સ્વતંત્રતાનો ઉપયોગ અમદાવાદની ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલે કર્યો છે. જેમાં 2 વખત કોર્ટે DEOને હાજર રહેવા હુકમ કર્યો હોવા છતાં તેનું પાલન ન કરતા કોર્ટે તેમને 5,000નો દંડ કર્યો છે.

આ પણ વાંચો: ગ્રાહકને ડેમેજ ફોન પધરાવતા ડીલર અને શોરૂમ વેપારીઓને Consumer court દ્વારા દંડ ફટકારાયો

શું છે સમગ્ર મામલો ?

વડોદરામાં આવેલી ન્યૂ એરા હાઈસ્કૂલમાં અગાઉ ફરજ બજાવતા રણછોડ વસાવાએ 30 વર્ષ નોકરી કર્યા બાદ તેને શારીરિક ઈજાના કારણે સ્વેચ્છાએ રાજીનામું આપવા ગુજરાત શૈક્ષણિક સંસ્થા ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા તેમના લેણા નીકળતા રકમ ચૂકવી આપવા DEOને આદેશ કર્યો હતો. કોર્ટે આદેશ કર્યો હતો કે, તમામ લેણા નીકળતા રકમ રણછોડભાઈને ચૂકવી આપવાના રહેશે, પરંતુ DEO એ આમ ન કરતા કોર્ટે તેમને 2 વખત હાજર રહેવા આદેશ કર્યો. જેનો ફરીવાર ઉલ્લંઘન કરતા કોર્ટે તેમના પગારમાંથી 5000 રૂપિયા કપાત કરવાનો દંડ ફટકાર્યો છે. વધુમાં કોર્ટે તેમને સાત દિવસમાં ખુલાસો કરવા નોટિસ પાઠવી છે કે, તેમના વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ કેમ ન કાઢવું જોઈએ ?

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ન શરુ કરાતા વકીલોનો વિરોધ

કોર્ટે જિલ્લા શિક્ષણ અધિકારીને કર્યો દંડ

ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ અધિકારીના પગારમાંથી રૂપિયા 5,000 કપાત કરવામાં આવે. વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમના વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ કેમ ન કાઢવામાં આવે, તે અંગેનો ખુલાસો 7 દિવસમાં ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જો આમ કરવામાં ન આવે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા સંબંધી હુકમ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.