ETV Bharat / city

રાજ્યમાં ફરી વકર્યો કોરોના - કોરોના વાયરસની સારવાર

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં સતત ચોથા દિવસે 400થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કુલ 451 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 328 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોનો રિકવરી રેટ 97.53 ટકા નોંધાયો છે, જ્યારે રાજ્યમાં ગત 24 કલાકમાં એક કોરોનાના દર્દીનું મોત થયું છે.

gujarat cororna update
રાજ્યમાં ફરી વકર્યો કોરોના
author img

By

Published : Feb 28, 2021, 7:38 PM IST

  • રાજ્યમાં ફરી કોરોના વકર્યો
  • ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો
  • અમદાવાદમાં ફરી કોરોના વકર્યો

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતના કોરોના ગાઇડલાઇનનો ઉલ્લંઘન થયો હતો. તેને ધ્યાનમાં રાખીએ તો કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે રિકવરી રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આમ ગત 24 કલાકમાં કુલ 451 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 328 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 97.53 ટકા નોંધાયો છે.

corona update
કોરોના અપડેટ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 2,258 પોઝિટિવ કેસ છે. જેમાંથી 36 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 2,222 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,62,815 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે જ 4,409 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે, જ્યારે ગત 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 105 નોંધાયા છે. જે બાદ વડોદરામાં 71, રાજકોટમાં 37 અને સુરતમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.