ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 13 પોઝિટિવ કેસ - ગુજરાતમાં કોરોના

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં સતત ઘટાડો નોંધાયો છે, ત્યારે 1 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 13 જેટલા જ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 13 પોઝિટિવ કેસ

author img

By

Published : Sep 1, 2021, 9:52 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 13 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 10 દર્દીઓ કોરોનાને માત આપી
  • 2 જિલ્લાઓ છોડીને તમામ જિલ્લામાં એક પણ કેસ નહીં

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ આ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે ત્યારે 1 સપ્ટેમ્બર રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 13 જ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓ માંથી ફક્ત 4 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ બરોડા રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોના ના કેસ નોંધાયા છે જ્યારે અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને 31 જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિઝિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

7,48,051 ડોઝ આપવામાં આવ્યા
ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન વેક્સિનના ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં આજે એટલે કે 01 સપ્ટેમ્બર ના રોજએક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 7,48,051 રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 1,27,405 લોકોને વેકસીન આપવામાં આવી કજે જ્યારે ગુજરાતમાં કુલ 4,70,09,216 નાગરિકોને વેકસીનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200 થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 153 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 04 વેન્ટિલેટર પર અને 149 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,081 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,201 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.