- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- 24 કલાકમાં રાજ્યમાં કુલ 6,690 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- કોરોનાથી 67 લોકોના થયા મોત
ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, દૈનિક ધોરણે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં મંગળવારે નવા 6,690 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ 67 લોકોના મૃત્યુ થયા છે. આજે મંગળવારે 2748 લોકોને રજા આપવામાં આવી હતી. રાજ્યનો રિકવરી રેટ 89.04 ટકા છે. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 23 દર્દીના મોત થયા છે. સુરત શહેરમાં 22, રાજકોટમાં 5, વડોદરા શહેરમાં 4, સુરત ગ્રામ્યમાં 3, બનાસકાંઠામાં 2, રાજકોટ ગ્રામ્યમાં 2 લોકોના મોત થયા છે. રાજ્યમાં આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ અને સાબરકાંઠામાં પણ કોરોના વાઇરસને કારણે 1-1 દર્દીનું મોત થયુ છે.
અમદાવાદમાં આજે મંગળવારે સૌથી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં મંગળવારે નવા અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 2,251 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ 23 દર્દીના કોરોનાથી મોત થયા છે. અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. આ હોસ્પિટલમાં 150 ICU બેડ પણ હશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરાઈ
આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં નવા 6,690 કોરોનાના કેસ નોંધાયા
સુરતમાં શહેરમાં પણ 1,264 નવા કેસ
સુરત શહેરમાં આજે કોરોનાના નવા 1264 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 22 લોકોના મોત થયા છે.
મહેસાણા કોરોના અપડેટ
મહેસાણા જિલ્લામાં આજે 128 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 54 શહેરી અને 74 ગ્રામ્ય વિસ્તારમાંથી પોઝિટિવ કેસ નોંધાયા છે. 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહેસાણામાં મંગળવારના રોજ કુલ 6,865 લોકોને કોરોનાની રસી આપવામાં આવી આજ દિવસ સુધી કુલ 3,46,168 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
સાબરકાંઠા કોરોના અપડેટ
સાબરકાંઠા જિલ્લામાં આજે 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં હિંમતનગર તાલુકામાં 12, ઇડર અને પ્રાંતિજ તાલુકામાં પાંચ-પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તલોદ તાલુકામાં ત્રણ, ખેડબ્રહ્મા શહેર અને વડાલી તાલુકામાં એક-એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામાં અત્યાર સુધી 5333 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ જિલ્લામાં કોરોનાના કુલ 12 દર્દીઓના મોત થયા છે.
કચ્છ કોરોના અપડેટ
કચ્છમાં 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- કુલ એક્ટિવ કેસ - 448
- કુલ ડિસ્ચાર્જ - 4965
- આજના મૃત્યુ - 03
- કુલ મૃત્યુ - 92
- કુલ પોઝિટિવ કેસ - 5525
મોરબી કોરોના અપડેટ
મોરબી જિલ્લામાં કોરોનાના 65 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 32 અને શહેરી વિસ્તારમાં 33 કેસ નોંધાયા છે. 19 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
આણંદ કોરોના અપડેટ
આણંદ જિલ્લામાં કોરોનાના 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 1નું મોત થયું છે. જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો અંક 310 છે. કુલ 3447 સંક્રમિત અત્યાર સુધી નોંધાયા છે. 1502ના સેમ્પલ લેવાયા હતા જેમાંથી 68 પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધી 2,60,034 લોકોનું ટેસ્ટિંગ કરાયું છે.
પંચમહાલ કોરોના અપડેટ
- પંચમહાલ જિલ્લામાં 40 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત
- ગોધરા શહેર અને તાલુકામાં - 23 કેસ
- હાલોલ તાલુકામાં - 9 કેસ
- કાલોલમાં - 2
- મોરવા હડફ તાલુકામાં - 6
- જિલ્લામાં કુલ 313 એક્ટિવ કેસ છે
જામનગર કોરોના અપડેટ
જામનગર જિલ્લામાં આજે 302 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 187 અને ગ્રામ્યમાં 115 પોઝિટિવ કેસ નોંધાયા છે.
મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર જિલ્લામાં આજે 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહીસાગર જિલ્લામાં આજે 48 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 2454 દર્દીઓ સ્વસ્થ થઇ પરત ફર્યા છે. મહીસાગર જિલ્લામાં આજે 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2870 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ 367 દર્દીઓ સારવાર હેઠળ છે.
નવસારી કોરોના અપડેટ
આજે નવસારીમાં 44 લોકો કોરોનાના કેસ નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસોમાં કુલ 180 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. નવસારીમાં આજે 18 લોકોએ કોરોનાને હરાવ્યો છે. નવસારીમાં ફુલ 2050 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.