ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Update) દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ જાન્યુઆરીના 8 તારીખે સમગ્ર રાજ્યમાં 5677 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. આજે એક પણ મૃત્યુ નોંધાયા નથી, જ્યારે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)ના કુલ 32 કેસ નોંધાયા છે જ્યારે રાજ્યમાં નવા વેરિયન્ટના કુલ 236 નોંધાયા છે, જેમાંથી 167 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે.
સૌથી વધુ અમદાવાદમાં કેસો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 2521 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1578, વડોદરા શહેરમાં 271 અને રાજકોટમાં 167 કેસ નોંધાયા છે. જ્યારે બોટાદ અને નર્મદામાં એક પણ કેસ નોંધાયા નથી. કુલ 1359 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
સુરતમા એક જ દિવસમાં 1578 કેસ
સુરતમા આજના કોરોના કેસ-1578 નોંધાતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5411 થઇ છે, જ્યારે કુલ કેસ-118038 (આજ દિન સુધી કુલ કેસ) થયા છે, ત્યારે જિલ્લાનું કુલ મૃત્યુ-01 અને આજે 323 લોકો સ્વસ્થ થયા છે. હમણા સુધી કુલ 110997 લોકો સ્વસ્થ થયા છે, સાથે જ કુલ વેક્સિન 16685 પર પહોચ્યુ છે.
કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 63 અને ઓમીક્રોનનો 1 કેસ નોંધાયો
કચ્છ જિલ્લામાં પણ કોરોના કેસોમાં (Corona cases in kutch) સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે શનિવારે જિલ્લામાં કોરોનાના 63 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 289 પહોંચી છે. તો 22 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે ઓમિક્રોનનો 1 કેસ સામે આવ્યો (Omicron cases in kutch) છે.
આજે 3,07,013 નાગરીકોને વેક્સિન અપાઈ
આજે 8 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 3,07,013 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 84,644 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 87,884 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,30,25,350 નાગરિકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ 17,63,459 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 22,901
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 22,901 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 19 વેન્ટિલેટર પર અને 22,876 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,128 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,22,900 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 96.14 ટકા પર પહોંચ્યો છે.
આ પણ વાંચો:
Vadodara Door to Door Survey: વડોદરામાં 716 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો
Tamil nadu Cock Fight: તમિલનાડુ કોર્ટે મરઘાના પગ પર બ્લેડ બાંધ્યા વિના લડવાની મંજૂરી આપી