ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં 177 કેસો નોંધાયા - નવા 177 કેસ

ગુજરાતમાં કોરોના (Gujarat Corona Update)એ ફરી એક વખત માથું ઊંચક્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના (Corona blast Gujarat)ના નવા 177 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 66 દર્દીઓ સાજા થયા હતા.. કુલ 8,18,298 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જેનાથી કોરોનાનો રિકવરી રેટ 98.67 ટકાએ પહોંચી ચૂક્યો છે. જો કે, સરકાર રસીકરણના મોરચે પણ મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 41,031 દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.

author img

By

Published : Dec 27, 2021, 6:09 AM IST

અમદાવાદ: રાજ્યમાં એક બાજુ કોરોનાના કેસો (Gujarat Corona Update)માં વધારો થઇ રહ્યો છે. તો રાજ્યમાં જાહેર સ્થળો પર લોકોની ભીડ અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જેવા કોવિડ નિયમોનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે.. જેને કારણે આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ (Corona blast Gujarat) થયો છે. રાજ્યમાં નવા 177 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 52 કેસ નોંધાયા હતા. જો કે ઓમિક્રોન (Omicron in Gujarat)નો એક પણ નવો કેસ નથી નોંધાયો.

શહેર કેસો
અમદાવાદ કોર્પોરેશન52
રાજકોટ કોર્પોરેશન20
વડોદરા કોર્પોરેશન15
રાજકોટ 12
વલસાડ 8
સુરત 5
અમરેલી 4
ગીર સોમનાથ4
ખેડા4
કચ્છ4
બનાસકાંઠા 3
જામનગર 3
આણંદ 2
ગાંધીનગર 2
ગાંધીનગર કોર્પોરેશન2
જુનાગઢ કોર્પોરેશન2
અમદાવાદ 1
ભરૂચ 1
ભાવનગર 1
ભાવનગર કોર્પોરેશન 1
જામનગર 1
મહેસાણા 1
નવસારી 1
પંચમહાલ 1
સાબરકાંઠા 1
તાપી 1
વડોદરા1
કુલ 177

કોરોનાનો વિસ્ફોટ

હાલ ગુજરાત રાજ્યમાં 948 એક્ટિવ કેસ (Active case in Gujarat) છે. જેમાં 10 દર્દી વેન્ટિલેટર પર છે. 938 સ્ટેબલ છે. 8,18,298 દર્દી ડીસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. સરકારી ચોપડે કુલ 10,113 દર્દીના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચૂક્યાં છે... જો કે, રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું.

રસીકરણને લઈ સરકાર સતર્ક

રસીકરણ (Gujarat vaccination)ના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી પ્રથમ 92ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1472ને પ્રથમ અને 8355ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5597ને પ્રથમ અને 25512ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 41,031 રસીના ડોઝ અપાયા હતા. કુલ 8,81,96,230 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

આ પણ વાંચો: Omicron અંતિમ વેરિયન્ટ ન હોઈ શકે, પરંતુ તે ચિંતાનો અંતિમ વેરિયન્ટ હોઈ શકે!

આ પણ વાંચો: Omicron Booster Shots: ટોચના વાઈરોલોજિસ્ટ કહે છે કે, ભારતમાં બુસ્ટર શોટ્સ જરૂરી હોઈ શકે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.