ETV Bharat / city

Gujarat Corona Update : 24 કલાકમાં 26 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 209 એક્ટિવ કેસ - corona cases in gujarat

રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસો (corona cases in gujarat) છેલ્લા ચાર દિવસમાં વધ્યા હતા. પરંતુ આજે 26 કેસો નોંધાયા છે. દિવાળી બાદ 40 આસ પાસ કેસો નોંધાયા હતા આજે આ કેસો 30ની અંદર નોંધાયા છે. જ્યારે આજે 22 દર્દીઓએ કોરોનાને માત (India fights corona) આપી હતી અને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી. જો કે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 11 કેસો, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 2, જ્યારે અન્ય કોર્પોરેશનમાં નહિવત કેસો નોંધાયા છે, જ્યારે જિલ્લામાં પણ જીરો કેસો નોંધાયા છે. છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ દર ઘટ્યો છે. રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

Gujarat Corona Update : 24 કલાકમાં 26 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 209 એક્ટિવ કેસ

author img

By

Published : Nov 14, 2021, 9:16 PM IST

  • રાજ્યમાં દિવાળી બાદ 40થી વધુ કેસો આવ્યા હતા
  • અમદાવાદમાં સૌથી વધુ 11 કેસો નોંધાયા
  • રાજ્યમાં 230 એક્ટિવ કેસો જ્યારે 06 દર્દી વેન્ટિલેટર પર

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 14 નવેમ્બરના રોજ કોરોનાની યાદી (Gujarat Corona Update ) બહાર પાડવામાં આવી હતી, એ મુજબ છેલ્લા 24 કલાકમાં 30ની અંદર પોઝિટિવ કેસ (26 positive cases reported in 24 hours) નોંધાયા છે, કોરોના પોઝિટિવ કેસોની આ સ્થિતિ નવેમ્બર માસમાં પણ અગાઉના મહિના કરતા થોડા કેસોમાં વધારો જોવા મળ્યો છે. જો કે છેલ્લા 4 દીવસની સરખામણીમાં આજે ઓછા કેસો નોંધાયા છે. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ અમદાવાદમાં અચાનક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. જે કેસો 3થી 5 આવતા હતા તે 3થી 4 ગણા વધ્યા છે.

કોરોનાની વર્તમાન સ્થિતિ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 230 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 224 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર પર 06 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ સારવાર દરમિયાન 10,090 દર્દીના દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,66,30 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે કુલ 1,59,398 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

રાજ્ય સરકારની યાદી મુજબ આજે 14 નવેમ્બરના રોજ 1,59,398 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે, ત્યારે આજે 1.60 લાખથી ઓછી સંખ્યામાં રસીકરણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં પહેલા ડોઝ ટાર્ગેટ પ્રમાણેથી વધી ગયા છે, ત્યારે બીજા ડોઝ લેનારની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી 7,43,40,215 કરોડથી વધુ લોકોને રસીકરણના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જામનગરની બજારમાં હજૂ મંદીનો માહોલ, કોરોના સમયમાં લોકોની ખરીદ શક્તિ ઘટી

આ પણ વાંચો: અમદાવાદ રેલવે અને એસટી સ્ટેશન પર વધ્યા કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.