- અમદાવાદમાં 4 અને વડોદરામાં 8 કેસો નોંધાયા
- રાજ્યમાં 310 એક્ટિવ કેસો જ્યારે 03 દર્દી વેન્ટિલેટર પર
- 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 21 નવેમ્બરના રોજ કોરોનાની યાદી (Gujarat Corona Update ) બહાર પાડવામાં આવી હતી એ મુજબ છેલ્લા 24 કલાકમાં 25ની અંદર પોઝિટિવ કેસ (cases of corona in the state) નોંધાયા છે, કોરોના પોઝિટિવ કેસોની આ સ્થિતિ નવેમ્બર માસમાં પણ અગાઉના મહિના કરતા કેસોમાં વધારો જોવા મળ્યો છે. જો કે અગાઉના દીવસની સરખામણીમાં આજે ઓછા કેસો નોંધાયા છે. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ અમદાવાદમાં અચાનક કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે આજે માત્ર 4 જ કેસો નોંધાયા હતા.
કોરોનાની વર્તમાન સ્થિતિ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 310 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 307 કેસો સ્ટેબલ છે, જ્યારે 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,091 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જો કે કુલ 81,68,05 દર્દીઓએ કોરોનાને માત (India Fights Again Corona) આપી છે.
આજે 1,26,420 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્ય સરકારની યાદી મુજબ આજે 21 નવેમ્બરના રોજ 1,26,420 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન (Vaccination in India) ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે, ત્યારે આજે 1.30 લાખથી ઓછી સંખ્યામાં રસીકરણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં પહેલા ડોઝ ટાર્ગેટ પ્રમાણેથી વધી ગયા છે, ત્યારે બીજા ડોઝ લેનારની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી 7,69,79,814 કરોડથી વધુ લોકોને રસીકરણના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કોરોનામાં મૃત્યું પામેલા લોકો માટે સહાયનું નોટિફિકેશન જાહેર: કોને અને કેવી રીતે મળશે સહાય જાણો તે બાબતે...
આ પણ વાંચો: હવે કોરોનામાં સતત વધારો: 24 કલાકમાં રાજ્યમાં 44 પોઝિટિવ કેસ, 23 દર્દીઓ થયા મુક્ત, કુલ એક્ટિવ કેસ 312