અમદાવાદ: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટથી દેશની જનતા નિરાશ છે. સરકારે ફરીવાર આંકડાની માયાજાળ બતાવતું બજેટ રજૂ કર્યું છે. અગાઉ લાવવામાં આવેલી તમામ યોજનાઓને ઉલ્ટાવી દેવામાં આવી છે. બજેટમાં યોજનાઓની મોટા પ્રમાણમાં ફાળવણી કરવામાં આવી છે અને ખર્ચ ઓછા કરવામાં આવ્યા છે.
સરકારને જ બેલેન્સ સીટ મળતી નથી. બજેટમાં શિક્ષણ અને આરોગ્ય માટે પણ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સરકારે દેશના નાના ઉદ્યોગો પતાવી દીધા છે અને GSTની આવક પણ ઘટાડી છે. મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો છે. બજેટથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ ઉપરાંત દેશના મહત્વના 2 વર્ગ ખેડૂતો અને યુવા વર્ગ માટે પણ કોઈ જાહેરાત કરવામા આવી નથી, જેની લોકોને આશા હતી. આમ એકંદરે બજેટથી કોઈને ખાસ ફાયદો થયો નથી.