- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ મોંઘવારીનો કર્યો વિરોધ (Opposition to inflation)
- કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાઈકલ યાત્રા (Cycle Rally) યોજી કર્યો વિરોધ
- પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને સરકાર જાસૂસીમાં મસ્ત છેઃ પરેશ ધાનાણી
- વિરોધ પ્રદર્શનમાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ગેરહાજરીથી અનેક તર્કવિતર્ક
અમદાવાદઃ પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડર સહિતના અન્ય ચીજ વસ્તુઓમાં બેફામ ભાવ વધારાના વિરોધમાં અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના (Gujarat Congress Pradesh Samiti) આક્રમણ તેવર જોવા મળ્યા છે. અમદાવાદ કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા (Cycle Rally) યોજીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાલડીથી કોંગ્રેસ કાર્યાલયથી આ સાયકલ યાત્રા શરૂ કરાઈ હતી, જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. તેમણે ખાદ્યતેલથી માંડીને ગેસ સિલિન્ડરના વધેલા ભાવ મુદ્દે આક્રમક વિરોધ દર્શાવ્યો હતો.
હાથમાં પ્રાઈમસ, સગડી અને તેલના ડબ્બા લઈ નોંધાવ્યો વિરોધ
દેશમાં આસામને પહોંચેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ હવે આક્રમક બની છે ત્યારે કોંગ્રેસે સાઈકલ યાત્રા યોજી અગાઉ પણ કોંગ્રેસ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ આજે અમદાવાદ ખાતે પ્રદેશ કક્ષાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના મહિલા આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો ગેસ સિલિન્ડરના ભાવ વધારા મુદ્દે થઈ મોંઘવારી મુદ્દે હાથમાં પ્રાઈમસ, સગડી સાથે દેખાવો કર્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ સાયકલ યાત્રા યોજી હતી.
આ પણ વાંચો- શા માટે કોંગ્રેસમાં હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખનું પદ નથી મળી રહ્યું ?
પરેશ ધાનાણીએ તીખા અંદાજમાં કર્યા સરકાર પર આકરા પ્રહાર
કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોંઘવારી સામે વિરોધ અને કેન્દ્ર સરકાર પર આક્રમણ પ્રહારો કર્યા હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રજાને મોંઘવારીમાં ત્રસ્ત છે અને સરકાર જાસૂસીમાં મસ્ત છે, જેમાં મહિલાઓ હાથમાં છું અને લાકડા લઈ તેમ જ તેલનો ડબ્બો લઈ વિરોધ કર્યો હતો. સાથે જ "હાય હાય ભાજપ", બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કહા સો ગઈ મોદી સરકાર જેવા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં મોંઘવારી મુદ્દે વિરોધમાં હાર્દિક પટેલ ગેરહાજર, અન્ય નેતાઓ વચ્ચેની નારાજગી જાહેરમાં દેખાઈ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિમાં હાર્દિક પટેલ સાથે અન્ય નેતાઓની નારાજગી હવે છુપી રહી નથી. હાર્દિક પટેલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચેની નારાજગી જાહેરમાં દેખાઈ રહી છે. આજે અમદાવાદમાં કોંગ્રેસના વિરોધમાં હાર્દિક પટેલની ગેરહાજરી આંખે ઊડીને વળગે તેવી જોવા મળી છે. પક્ષના નેતાઓ સાથે વિરોધ પ્રદર્શનમાં રહેવાને બદલે હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યા છે, જેને કારણે પક્ષમાં ફરી કાનાફુસી જોવા મળી રહી છે. એક તરફ અમદાવાદમાં મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા મોટું પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે હાર્દિક પટેલ હાલ રાજકોટમાં છે. તેઓ પક્ષના દિગ્ગજ નેતા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિમાં કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેઓ વિવિધ પ્રદેશોમાં જોવા મળ્યા ન હતા ગુજરાત કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી મુદ્દે આંદોલન છેડાયું છે ત્યારે આ રેલીમાં હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જણાય છે.
વિરોધમાં કોંગ્રેસ કોવિડ19 ગાઈડલાઈનનું પાલન કરવાનું ભૂલી
ગુજરાતમાં વધતા જતા સતત ભાવ વધારા મુદ્દે આજે કોંગ્રેસના સિનિયર નેતાઓની આગેવાનિમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કાર્યલાયથી સરદારબાગ(લાલદરવાજા) સુધીનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, મહત્વની વાત આંખે ઉડીને તે સામે આવી કે કોવિડ-19ની પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોવિડ-19ના પાલન સાથે વિરોધની મસ્ત મોટી વાતો કરતા હતા. જોકે, વિરોધ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું હતું. પોલીસની મોટી સંખ્યામાં હાજરી હોવા છતાં આ પ્રકારે ઉલ્લંઘન કરવામાં આવતા અનેક પ્રશ્નો સરકારી વહીવટી અને ગૃહ વિભાગ પર પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. સમગ્ર વિરોધ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મુકપ્રેક્ષક બની જોતા રહ્યા હતા.