ETV Bharat / city

Gujarat Congress on Latthakand: સંવેદનશીલ સરકારમાં પીડિત પરિવારો માટે કોઈ સંવેદના છે જ નહીં કે શું... - Gujarat Congress on Latthakand

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષે આજે લઠ્ઠાકાંડ (Botad Lattha Kand Tragedy) મુદ્દે સરકારને આડેહાથ (Gujarat Congress attack on BJP) લીધી હતી. તેમણે આ લઠ્ઠાકાંડને સરકારની સદંતર નિષ્ફળતા ગણાવી હતી. તો હવે કૉંગ્રેસ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાની (Congress demands for HM Harsh Sanghavi Resign) માગ સાથે વિરોધ પ્રદર્શન કરશે.

Gujarat Congress on Latthakand: સંવેદનશીલ સરકારમાં પીડિત પરિવારો માટે કોઈ સંવેદના છે જ નહીં કે શું...

author img

By

Published : Jul 28, 2022, 3:53 PM IST

અમદાવાદઃ બોટાદ લઠ્ઠાકાંડના મામલાએ સમગ્ર રાજ્યને ગજવી (Botad Lattha Kand Tragedy) મૂક્યું છે. ત્યારે હવે કૉંગ્રેસે આ લઠ્ઠાકાંડ મામલે સરકાર પર આકરા પ્રહાર (Gujarat Congress attack on BJP) કર્યા હતા. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કૉંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે આગામી સમયમાં થનારા વિરોધ પ્રદર્શન અંગે પણ માહિતી આપી હતી.

દારૂનો ખૂલ્લેઆમ ધંધો ચાલી રહ્યો છે - ગુજરાત કૉંગ્રેસે આક્ષેપ (Gujarat Congress attack on BJP) કર્યો હતો કે, દારૂના ધંધામાં બૂટલેગર, પોલીસ અને સરકારના ઉચ્ચ અધિકારી સાથે મળીને આ ધંધો ચલાવી રહ્યા છે. કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રોજિદ ગામના જાગૃત સરપંચ અને આગેવાનોએ ત્યાં 25 ફેબ્રુઆરી, 4 માર્ચ, 9 માર્ચે ગામમાં દારૂ વેચાતો (Open sale of liquor in Gujarat) હોવાની જાણ કરી હતી. તાત્કાલિક દારૂબંધી કરવામાં આવે તે માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

દારૂ-ડ્રગ્સના ધંધામાં સરકારના અધિકારીની ભાગીદારી

દારૂ-ડ્રગ્સના ધંધામાં સરકારના અધિકારીની ભાગીદારી- કૉંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દરેક ગામ, તાલુકા,જિલ્લામાં પેજ પ્રમુખની કામગીરી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ જિલ્લામાં દારૂ કેવી રીતે વહેંચવામાં આવશે. કોણ દુકાનદાર બનશે, કોણ હોલસેલનો વેપારી બનશે. તેવી ચર્ચા હવે લોકોના મુખે ચાલી રહી છે. આ જ ગુજરાતમાં ડ્રગ્સ કન્ટેનરમાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી

વડાપ્રધાનની સભામાં પૈસાનો ધૂમાડો - દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે (PM Modi Sabarkantha Visit) છે. ત્યારે તેમની પર પણ પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, 2 વર્ષ સુધી દૂધને સાચવી શકાય તેવા પ્લાન્ટનું લોકાર્પણ કરો છો. તે સારી બાબત છે અને આવા વિકાસના કામો આવકાર્ય છે, પરંતુ ચૂંટણી સમયે જ કેમ આવા કામો કરવામાં આવે છે. તમે જ કામ કરીને લોકોને ભેગા કરવા અને અન્ય ખર્ચ પાછળ 30 કરોડ રૂપિયાનો ધૂમાડો કરી રહ્યા છો. તેની જગ્યાએ જે લોકો લઠ્ઠાકાંડમાં (Botad Lattha Kand Tragedy) ભોગ બન્યા છે. તેમના પરિવારને સહાય આપવામાં આવી હોત સારું હતું.

આ પણ વાંચો-VIDEO : પોલીસકર્મીઓ બુટલેગરને ત્યાં ઉઘરાણી કરવા પહોંચ્યા

સરકારીની નીતિથી યુવાન નશામાં સંડવાયો - ભાજપ સરકારના શાસનમાં (Gujarat Congress attack on BJP) મોંઘવારી આસમાને પહોંચી છે. આજે શિક્ષણ મોંઘુ થયું છે. આવા મોંઘા શિક્ષણમાં રાજ્યનો યુવાન અભ્યાસ કરે છે. તેમ છતાં સરકારી નોકરી મળતી નથી, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવતી નથી. રાજ્યના યુવનનોને નોકરીની જગ્યાએ વ્યસન પિરસવામાં આવી રહ્યું છે. આના કારણે આજે રાજ્યના અનેક યુવાનો દારૂ અને ડ્રગ્સના નાશમાં જોવા મળી રહ્યા છે.

કૉંગ્રેસ માગશે ગૃહપ્રધાનનું રાજીનામું - આગામી સમયમાં ગુજરાત કૉંગ્રેસ વિવિધ કાર્યક્રમો હાથ ધરશે, જેમાં યુથ કૉંગ્રેસ, NSUI,મહિલા મોરચાને કાર્યકર્તાને કામગીરી સોંપી દેવામાં આવી છે. આ ઉપરાત કૉંગ્રેસ દ્વારા ગુજરાત સરકારની નિષ્ફળતા અને ગૃહપ્રધાન રાજીનામાની (Congress demands for HM Harsh Sanghavi Resign) માગ સાથે ધારણા કરવામાં આવશે.

સરકારે હજી સુધી પીડિત પરિવાર મુલાકાત લીધી નથી - ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ચિંતા ન કરતા. કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો તમારા આ ભાઈને યાદ કરજો, પરંતુ બરવાળા, બોટાદ બહેનો ભાઈને યાદ કરે છે. તેમ છતાં ભાઈ હજી સુધી તે બહેનની ખબર પૂછવા પહોંચ્યા નથી. મુખ્યપ્રધાને હજુ સુધી પીડિત પરિવારને સંવેદના પાઠવી નથી.

સાબરકાંઠામાં હજી પણ દારૂ રેલમછેલ છે - PM હિંમતનગરમાં જ્યાં પ્રવાસે (PM Modi Sabarkantha Visit) છે. ત્યાં જ હિંમતનગરના તાલુકા સરોલી અને સાબરમતી કિનારે હાલ પણ દારૂનાં અડ્ડા ચાલી રહ્યા છે. આ ઉપરાંત ભાજપ પ્રમુખ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ પહેલા બૂટલેગર હતા. તે ગુજરાતમાં દારૂબંધ કેવી રીતે કરાવી શકે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 212 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે.

નિષ્ઠાવાન અધિકારીની SITમાં નિમણૂક કરાય - સરકાર દ્વારા લઠ્ઠાકાંડની ઘટના બનતા SITની રચના (Congress demands for SIT) કરવામાં આવી છે. તેને લઇ કૉંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે નિષ્ઠાવાન અધિકારી બિપીન આહિરે અને નિર્લિપ્ત રાયને તપાસ સોંપી દેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સાથે સાથે જે લોકો બૂટલેગર અને ભાજપના લોકો સામે પણ EDની તપાસ કરવામાં આવે તેવી કૉંગ્રેસે માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.