ETV Bharat / city

કૉંગ્રેસની રણનીતિ સહિત અનેક મુદ્દાને લઈ છત્તીસગઢના કેબિનેટ પ્રધાને ETV Bharat સાથે કરી ખાસ વાતચીત - કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં (Gujarat Assembly Election 2022) રાખી ગુજરાત કૉંગ્રેસે મેરેથોન બેઠક (Gujarat Congress Marathon Meeting) યોજી હતી. તેમાં કૉંગ્રેસ હાઈકમાન્ડે નિમણૂક કરેલા AICCના 26 નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠક પછી છત્તીસગઢ સરકારના કેબિનેટ પ્રધાન ટી. એસ. સિંહદેવે (Chhatisgarh Cabinet Minister TS Singhdeo) ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

કૉંગ્રેસની રણનીતિ સહિત અનેક મુદ્દાને લઈ છત્તીસગઢના કેબિનેટ પ્રધાને ETV Bharat સાથે કરી ખાસ વાતચીત

author img

By

Published : Aug 5, 2022, 9:32 AM IST

Updated : Aug 5, 2022, 9:39 AM IST

અમદાવાદઃ રાજ્યમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે મરણ પથારીએ પડેલી કૉંગ્રેસ બેઠકો યોજી સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહી છે. આ જ તબક્કે હવે ચૂંટણીમાં 125 બેઠકોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે કૉંગ્રેસ કાર્યાલય પર બેઠકનો ધમધમાટ શરૂ થયો હતો. આવી જ એક મેરેથોન બેઠક (Gujarat Congress Marathon Meeting) ગુરુવારે કૉંગ્રેસ ભવન ખાતે યોજાઈ હતી, જેમાં AICCના 26 નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

પાયા પર થશે કામ

કૉંગ્રેસમાં જૂથવાદના કારણે કકળાટ - એક તરફ કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ કૉંગ્રેસને ઠેંગો બતાવી પાર્ટી છોડી રહ્યા છે. બીજી તરફ પાર્ટીમાં જૂથવાદના કારણે કકળાટ ચાલી રહ્યો છે. અત્યાર સુધી કૉંગ્રેસ માત્ર ભાજપ સામે લડી રહી હતી, પરંતુ હવે આ વખતે તો કૉંગ્રેસે AAPનો પણ સામનો કરવો પડશે. એટલે કે એકસાથે બંને પાર્ટીને હરાવવા માટે કૉંગ્રેસે કામ કરવું પડશે. ત્યારે આવી પરિસ્થતિમાં ચૂંટણી કેવી રીતે જીતવી? કયા મુદ્દા લઈ લોકો સમક્ષ જવું? ઉમેદવારોની પસંદગી વગેર જેવા મુદ્દા પર ચર્ચા કરવા (Congress Preperation for Election) GPCC ખાતે ચૂંટણીલક્ષી બેઠક (Gujarat Congress Marathon Meeting) યોજાઈ હતી. તો બેઠક પછી છત્તીસગઢ સરકારના કેબિનેટ પ્રધાન ટી. એસ. સિંહદેવે (Chhatisgarh Cabinet Minister TS Singhdeo) ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

કૉંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ
કૉંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ

પ્રશ્નઃ આજે બેઠક થઈ ક્યાં પ્રકારના નિર્ણય થયા?

જવાબઃ AICCના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેજા હેઠળ અશોક ગહેલોતના હાથ નીચે અમારી નિરીક્ષકોના રૂપમાં નિમણૂક કરી છે. આની પ્રથમ બેઠક 20 અને ત્યારબાદ 28 તારીખે રાખી હતી, પરંતુ પરિસ્થિતિને ધ્યાને રાખી થઈ નહતી. ત્યારબાદ આ બેઠક હતી. જોકે, અશોક ગહેલોત નાદૂરસ્ત તબિયતના કારણે ન આવી શક્યા.એટલે તેમને બેઠક તો થવી જ જોઈએ તેવા આદેશ આપ્યા હતા. આ મેરેથોન બેઠકમાં (Gujarat Congress Marathon Meeting) AICCના 26 નિરીક્ષકો અને GPCCના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે, ચૂંટણી ઢંઢેરો તૈયાર કરતા પહેલા કૉંગ્રેસના લોકો સમાન્ય નાગરિકોને મળી તેઓ શું ઈચ્છે છે. તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે અને ઢંઢેરામાં (Congress election manifesto) તેનો સમાવેશ કરાશે. લોકોની સમસ્યાઓ ઉજાગર કરવામાં આવશે. ચૂંટણી માટે બૂથ મેનેજમેન્ટ (Congress Booth Management) ખૂબ મહત્વનું છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તેની પર ભાર મૂકાશે.

ચૂંટણી જીતવા કૉંગ્રેસ ફરી કરશે ધમપછાડા
ચૂંટણી જીતવા કૉંગ્રેસ ફરી કરશે ધમપછાડા

આ પણ વાંચો- રાજ્યના ઇતિહાસમાં ગુજરાત કોંગ્રેસનો ઐતિહાસિક નિર્ણય

પ્રશ્નઃ ગુજરાત કૉંગ્રેસની લડત ભાજપ, AIMIM અને આમ આદમી પાર્ટી સમક્ષ છે કેવી રીતે બનાવવામાં આવશે રણનીતિ?

જવાબ: વર્ષ 1980 બાદ અલગ અલગ પાર્ટીઓનું નિર્માણ થઈ રહ્યું છે. તેની પહેલા 2 જ પક્ષ હતા, જેમાં કોંગ્રેસ અને જનસંઘ પછી ભાજપ કહો પરંતુ 80ના દાયકામાં પાર્ટી અલગ અલગ થઈ. ત્યારબાદ કૉંગ્રેસે પણ યુપીએ બનાવી હતી. બસ આ જ પ્રકારનો સિલસિલો અહીં જોવા મળી રહ્યો છે. પરંતુ આ ચૂંટણીમાં નેગેટિવ વોટિંગ ન થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, ભાજપ અને કૉંગ્રેસના વોટ અમૂક નક્કી હોય છે. ત્યારબાદ દરેક પોલિંગ બૂથને મજબૂત કરવા માટે થઈ રણનીતિ (Congress strategy for elections) બનાવવામાં આવી છે, જેની પર અલગ અલગ કાર્યકરોને જવાબદારી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો- વીડિયો બનાવોને ઈનામ લઈ જાઓ, યુવાનોને આકર્ષવાનો કૉંગ્રેસનો નવો નૂસખો

પ્રશ્નઃ ગુજરાતમાં લઠ્ઠાકાંડ અથવા ડ્રગ્સ જેવા મુદ્દા કેવી રીતે જોઈ રહ્યા છે?

જવાબઃ ગુજરાતની બહાર રહેતા એટલું ખબર નહતી, પરંતુ મને અહીંના લોકોએ એટલું કહ્યું મેં વર્તમાન સરકાર જે રીતે બેજવાબદારીપૂર્વક કામ કરી રહી છે. આના કારણે 50થી વધુ લોકોના મૃત્યુ થયા છે. 25,000 કરોડ કરતા વધુનો વેપાર થઈ ગયો છે. સરકાર સાથે જોડાયેલા જનપ્રતિનિધિ તેમના દ્વારા જ થતો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અહીં ED નથી ધ્યાન આપતું અમુક જગ્યાએ તો ED પહોંચી જાય છે. 1,00,000 કરોડ રૂપિયા કરતા વધુનો ડ્રગ્સ પણ ઝડપાઈ રહ્યું છે. બસ આ મુદ્દાઓ પર કૉંગ્રેસ લોકોને જાગૃત કરશે અને આગામી દિવસમાં બેરોજગાર પેપરલીક જેવા કામો પર એક રણનીતિ (Congress strategy for elections) બનાવવામાં આવી છે.

Last Updated : Aug 5, 2022, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.