- ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો
- ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા નેતાઓ હરોળમાં
- હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવ્યું
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવતા તે દિલ્હી પહોંચ્યો છે. દિલ્લી ગુજરાત સહિત દેશના 6 રાજયોમાં આગામી દોઢ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેવામાં કોંગ્રેસ હાઈ કમાન્ડ પોતાની વ્યૂહરચના સાથે દરેક રાજ્યોમાં મજબૂત સંગઠન બનાવવામાં લાગી છે
આ પણ વાંચો- કોંગ્રેસ છોડીને જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા, યુપીની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ
કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા નવા ચહેરાની શોધમાં
ગુજરાતની વાત કરીએ તો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઈ કમાન્ડ સમક્ષ પોતાનું રાજીનામું ધરી દીધું હતું, જેને હાઇકમાન્ડે સ્વીકાર પણ કરી દીધું છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા કોને બનાવવા તેને લઈને સતત મનોમંથન યથાવત જોવા મળી રહ્યું છે. જોકે, આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન થતાની સાથે જ કોંગ્રેસે એક મોટો ફટકો પડ્યો છે. હવે તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાની મુકવા તેના પર પણ વિચારણા ચાલી રહી છે.
આ પણ વાંચો- શહેરમાં એકમો સીલ કરવા સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ મેયરને આવેદનપત્ર આપ્યું
રાજીવ સાતવ પછી ગુજરાત કોંગ્રેસનો પ્રભારી કોણ તે પ્રશ્ન ચર્ચામાં
ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનવા માટે અત્યારે અવિનાશ પાંડેનું નામ સૌથી મોખરે છે. 2 નામોની ચર્ચા વચ્ચે અન્ય નેતા દિલ્હી પહોંચતા રાજકારણમાં ગરમાવો ગુજરાતમાં ઓબીસી મતદારોની ખુશ કરવા માટે કોંગ્રેસ એક તરફ વ્યૂહરચના રચી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેના કારણે આ વખતે પ્રદેશ પ્રમુખનો ચહેરો ઓબીસી હોય તેવી પ્રબળ શક્યતાઓ પણ જોવા મળી રહી છે. સૂત્રો તરફથી અને રાજકીય વિશ્લેષકોનું માનીએ તો, હાલમાં બે નામો સૌથી આગળ ચાલી રહ્યા છે, જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ અને ભરતસિંહ સોલંકીનું નામ સૌથી આગળ છે. ભરતસિંહ સોલંકી હાલ દિલ્હી છે. જ્યારે અર્જુન મોઢવાડિયાનું નામ સૌથી આગળ નક્કી માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ તમામ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સંગઠનના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. હાઈ કમાન્ડ દ્વારા તેનું આવતા જ હાર્દિક પટેલ દિલ્હી જવા રવાના થયા છે ત્યારે હાર્દિક પટેલનું દિલ્હી જવું અને કોઇ સંકેતો ઉભા કરી રહ્યા છે અને રાજકારણમાં પણ ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે
હાર્દિક સાથે ક્યાં મુદ્દે થઈ શકે છે ચર્ચા?
ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પોતાની મજબૂત બનાવવા સિનિયર નેતાઓ સાથે સતત ચર્ચા કરી રહી છે. આ પૈકી હાર્દિક પટેલે નેતા સાથે ચર્ચા કરશે. આ સિવાય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તથા વિરોધ પક્ષના નેતાની નિમણૂક મુદ્દે પણ પોતાના મંતવ્યો આપી શકે છે. રાજકીય વિશ્લેષકોનું જણાવ્યું છે કે, હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનવા પણ પોતાની ઇચ્છા દર્શાવી શકે છે ત્યારે હાઇકમાન્ડ હાર્દિક પટેલને શું ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી શકે છે તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.