વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
રાજકીય ક્ષેત્રે ભંગાણનો માર સહન કરી રહેલી કોંગ્રેસમાં વધુ એક તિરાડ પડી છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપી દેતા રાજકીય ચહલપહલ વધી ગઈ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહે રાજીનામું આપી દીધું છે. એક તરફ કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેવાના છે તે પહેલા યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ કચેરીમાં નહેરૂ, સોનિયા અને રાજીવ ગાંધીના ફોટો જોવા મળે છે. દેશની આઝાદીમાં આમના સિવાય કેટલાય કૉંગ્રેસ નેતા હાથ હતો.