અમદાવાદઃ કોરોનાને કારણે ગત વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કેસ નિયંત્રણમાં હોવાથી 28 માર્ચે બોર્ડની પરીક્ષા (Gujarat Board std 12 sci exam ) યોજાવવાની છે ત્યારે બોર્ડની પરીક્ષા અગાઉ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા આજથી (Gujarat Board std 12 sci exam ) શરૂ થઈ છે જે 12 માર્ચ સુધી ચાલશે.
લેબોરેટરીમાં પ્રાયોગિક પરીક્ષાઓ શરુ
ધોરણ 12 સાયન્સના રાજ્યભરના વિદ્યાર્થીઓની આજથી પ્રાયોગિક પરીક્ષા Gujarat Board std 12 sci exam શરૂ થઇ છે. તબક્કાવાર વિદ્યાર્થીઓ 12 માર્ચ સુધી પરીક્ષા આપશે. અલગ-અલગ સ્કૂલ ખાતે લેબોરેટરીમાં પ્રાયોગિક પરીક્ષા શરૂ થઇ છે. સ્કૂલના ત્રણ શિક્ષક અને બોર્ડ દ્વારા મૂકવામાં આવેલા એક શિક્ષક એમ કુલ ચાર શિક્ષકો દ્વારા પ્રાયોગિક પરીક્ષાનું નિરીક્ષણ કરીને માર્ક્સ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સ્કૂલમાં ઉપરાંત નજીકની અન્ય સ્કૂલમાં પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને 2 વાગ્યાથી 5 વાગ્યા સુઘી 1- 2 તબક્કામાં (Gujarat Board std 12 sci exam ) પરીક્ષા યોજાશે.
વિષય પ્રમાણે લેબમાં પરીક્ષા લેવામાં આવશે
શાહીબાગના વિશ્વવિદ્યાલય સ્કૂલના પ્રિન્સિપાલ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં ત્રણ અલગ-અલગ લેબોરેટરીમાં આજથી શરૂ થનાર પરીક્ષાની તૈયારી કરવામાં આવી છે. અલગ-અલગ સ્લોટમાં વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે લેબમાં પરીક્ષા Gujarat Board std 12 sci exam લેવામાં આવશે. એક વર્ષના અંતર બાદ આજે ફરીથી પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નિરીક્ષક ઉપરાંત અન્ય સ્ટાફ કાર્યરત છે. સરકારની ગાઈડલાઈન મુજબ બેઠક (Seating arrangement as per government guideline) વ્યવસ્થા તથા પરીક્ષાની તમામ (Gujarat Board std 12 sci exam ) વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ તૈયાર
ધોરણ 12 સાયન્સના નિશિત નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું અમૃત સ્કૂલમાં ભણું છું અને મારો નંબર વિશ્વવિદ્યાલયમાં આવ્યો છે. પ્રાયોગિક પરીક્ષાની Gujarat Board std 12 sci exam પૂરેપૂરી તૈયારી કરી છે .આ ઉપરાંત 28 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ (Gujarat Board std 12 sci exam ) થશે તે માટે પણ હું અત્યારે રોજ આઠથી નવ કલાક મહેનત કરી રહ્યો છું.