ETV Bharat / city

Gujarat Bar Association Election 2021: અસીમ પંડ્યા બન્યા એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ - ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન

સમગ્ર ગુજરાતમાં ગઈકાલે બાર એસોસિએશનની ચૂંટણી (Gujarat Bar Association Election 2021) યોજાઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ પદે અસીમ પંડ્યાની પસંદગી (Asim Pandya becomes President of Advocate Bar Association) કરવામાં આવી છે. તેઓ સૌથી વધુ 532 મતો સાથે આગળ રહ્યા છે. જ્યારે ગઈ ટર્મના ઉપપ્રમુખ અને સેક્રેટરી ફરી ચૂંટાયા છે. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના (Gujarat High Court Advocates Association) કુલ 1,750 મતદારો પૈકી 1,350 વકીલોએ મતદાન કર્યું હતું, જેના પરિણામો ગઈકાલે મોડી રાત સુધી આવી ચૂક્યા હતા.

Gujarat Bar Association Election 2021: અસીમ પંડ્યા બન્યા એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ

author img

By

Published : Dec 18, 2021, 11:49 AM IST

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ગઈકાલે બાર એસોસિએશનની ચૂંટણી (Gujarat Bar Association Election 2021 યોજાઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ પદે અસીમ પંડ્યાની પસંદગી (Asim Pandya becomes President of Advocate Bar Association) કરવામાં આવી છે. પ્રમુખ પદ પર અસીમ પંડ્યા, બ્રિજેશ ત્રિવેદી અને ચિત્રજિત ઉપાધ્યાય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

આ પણ વાંચો- Gram Panchayat Election In Chhotaudepur: બિન હરીફ થયેલ જબુગામ ગ્રામ પંચાયત ઉપર યોજાશે ચૂંટણી

વિવિધ અન્ય પદ પર પણ કરવામાં આવી પસંદગી

અસીમ પંડ્યા સૌથી વધુ 532 મત સાથે આગળ રહ્યા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે પૃથ્વીસિંહ જાડેજાને સૌથી વધુ 342 મત અને સેક્રેટરી પદે હાર્દિક બ્રહ્મભટ્ટને સૌથી વધુ 612 મત મળ્યા હતા. આ ઉપરાંત જોઈન્ટ સેક્રેટરી તરીકે સૌથી વધુ સાવન પંડ્યાને 555 મત મળ્યા હતા. તો ખજાનચી તરીકે દર્શન દવેને સૌથી વધુ 464 મત મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના (Gujarat High Court Advocates Association) પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો અસીમ પંડ્યા, બ્રિજેશ ત્રિવેદી અને, ચિત્રજીત ઉપાધ્યાય વચ્ચે કાંટાની ટક્કર જામી હતી, જેમાં સૌથી વધુ મત સાથે અસીમ પંડ્યા આગળ રહ્યા હતા. જ્યારે ચિત્રજીત ઉપાધ્યાયને 393 અને બ્રિજેશ ત્રિવેદીને 368 મત મળ્યા હતા.

જોઇન્ટ સેક્રેટરી પદ માટે સાવન પંડ્યા અને ખજાનચી તરીકે આગળ રહ્યા

ઉલ્લેખનીય છે કે, કમિટીની બેઠક માટે સૌથી વધુ 32 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં મોટા ભાગના વકીલોએ મતદાન કરી તેમનો અધિકાર અને ફરજ નિભાવી હતી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના (Gujarat High Court Advocates Association) જોઇન્ટ સેક્રેટરી તરીકે સૌથી વધુ સાવન પંડ્યાને 555 મત મળ્યા હતા જ્યારે ખજાનચી તરીકે દર્શન દવેને સૌથી વધુ 464 મત મળ્યા હતા.

32 જેટલા ઉમેદવારો માટે કુલ 1,350 વકીલોએ મતદાન કર્યું

મહત્ત્વનું છે કે, ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 3, ઉપપ્રમુખ પદ માટે 3, સેક્રેટરી પદ માટે 3, જ્યારે જોઈન્ટ સેક્રેટરી માટે 4 અને ખજાનચી ના પદ માટે 6 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આમ ચૂંટણીમાં 32 જેટલા ઉમેદવારો માટે કુલ 1350 વકીલોએ મતદાન કર્યું હતું. વકીલોએ પોતાની સમસ્યાના નિવારણ અને વ્યવસ્થા માટે મતદાન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.