ETV Bharat / city

તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારને કોર્ટ લાવવામાં આવ્યા, ક્રાઈમબ્રાન્ચ 14 દિવસના માંગશે રિમાન્ડ - સંજીવ ભટ્ટ સામે કેસ

તીસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે ખોટા દસ્તાવેજો ઊભા કરવા, ગુનાહિત ષડયંત્ર રચવું એ અંગે અમદાવાદની ક્રાઈમ બ્રાંચમાં (Complaint Filed in Ahmedabad Crime Branch) શનિવારે ફરિયાદ થઈ હતી. જેને લઈને તીસ્તા સેતલવાડની ગુજરાત ATSએ મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ, વહેલી સવારે ગુજરાત ATS દ્વારા તીસ્તાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કસ્ટડી સોંપવામાં આવી છે.

ક્રાઈમબ્રાન્ચ 14 દિવસના માંગશે રિમાન્ડ
ક્રાઈમબ્રાન્ચ 14 દિવસના માંગશે રિમાન્ડ
author img

By

Published : Jun 26, 2022, 7:56 AM IST

Updated : Jun 26, 2022, 3:08 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ગુજરાત રમખાણ કેસ 2002ના (Gujarat Riots Case 2002) મામલે દેશની સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજીને ફગાવી દેતા SITએ નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને આપેલી (SIT Declarations) ક્લિન ચીટ યથાવત રાખી છે, સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરી તેમજ અન્યોની આ મુદ્દે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે ઉમેર્યું હતું કે, આ પ્રોસેસનો દૂરઉપયોગ કરનારા તમામ લોકોને કોર્ટના કઠેડામાં આરોપી તરીકે ઊભા રાખી દેવા જોઈએ. આ બાદ તીસ્તા સામે ગુજરાત ATSએ પગલાં ભર્યા હતા અને મુંબઈથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ, તીસ્તાને ગુજરાત ATS દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે.

  • Ahmedabad, Gujarat | Gujarat ATS presents Teesta Setalvad in Metropolitan Magistrates Court, Ahmedabad, "I am not a criminal," she shouts going in pic.twitter.com/26lLS36C8T

    — ANI (@ANI) June 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તીસ્તાને કોર્ટમાં રજૂ કરાઈ : મેટ્રોપોલિટન ઘીકાંટા કોર્ટમાં તીસ્તા અને શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તિસ્તાએ મીડિયા સમક્ષ વાત કરતા વધુ એક વખત કહ્યું હતું કે, "મારી સાથે ખોટું થયું છે, ક્રાઈમ બ્રાન્ચ મારી સાથે બળજબરી કરવા આવી રહી છે. તિસ્તાએ કોર્ટમાં પ્રવેશ થયા બાદ પણ ક્રાઈમ બ્રાન્ચ સાથે દલીલો કરી પહેલા વકીલને મળવાની જીદ કરી હતી. આ બાદ, તેઓ તેમના વકીલને મળતા વાત ઘીકાંટા કોર્ટમાં આવેલા બીજા માળે 24 નંબરની કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવાના આવ્યા છે. આ ઉપરાંત, ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માન્ડલીકે જણાવ્યું હતું કે, કોર્ટમાં આ આરોપી વિરૂદ્ધ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે. આ સાથે જ, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તીસ્તા સેતલવાડ પૂછપરછમાં સાથ આપી રહ્યા નથી. હાલ કોર્ટમાં કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે તે જોવું રહ્યું...

તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારને કોર્ટ લાવવામાં આવ્યા

મેડિકલ રિપોર્ટ માટે લવાયા : તિસ્તા સેતલવાડને વીએસ હોસ્પિટલ મેડિકલ રિપોર્ટ માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ તકે, તેઓ મીડિયા સામે આવ્યા ત્યારે તેમને કહ્યું કે, મારે 2 લાઇન કહેવી છે, પરંતુ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તિસ્તાએ તેમનો હાથ બતાવ્યો હતો, જેમાં વાગ્યાનું નિશાન હતું. તે બતાવીને કહ્યું કે, "આ ATS એ કર્યું છે"

તીસ્તા સેતલવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા : તીસ્તા સેતલવાડ, સજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર સામે નોંધાયેલા ગુનો નોંધાતા શનિવારના રોજ આરબી શ્રીકુમાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હાજર થયા હતા. આ બાદ તેમની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તીસ્તા સેતલવાડની મુંબઈના જુહુ વિસ્તારના તેમના ઘરેથી ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ, તેમને વહેલી સવારે 6 વાગ્યે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે. હાલ, કે આર.બી.શ્રીકુમાર અને તીસત્તા શેતલવાડ ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, પૂર્વ IPS સંજીવ ભટ્ટને પણ ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલમાંથી અમદાવાદ લાવવામાં આવશે. સવારે 9 વાગ્યાની આસપાસ તેમનો કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. આ બાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, આરોપીઓના રિમાન્ડ પણ માંગવામાં આવશે.

તીસ્તા સેતલવાડએ ગુજરાત ATS પર લગાવ્યો આરોપ

આ પણ વાંચો : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ, PI બારડ બન્યા ફરિયાદી

આ હતા આક્ષેપઃ આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન સામે એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તારીખ 27 ફેબ્રુઆરી 2002ના રોજ રાત્રે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજીને બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારના સખત પગલા ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો. તે સમયે ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યક્તિગત વાંધાઓના કારણે બેઠક અંગે મુખ્યપ્રધાન તેમજ સરકાર સામે ખોટા આક્ષેપ કર્યા છે.

શું હતું ગોધરાકાંડ: 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીનો સમાવેશ થાય છે. એક દિવસ પહેલા જ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓ બાદ જ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 1044 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના મુસ્લિમ હતા. આ સંદર્ભમાં વિગતો આપતાં કેન્દ્ર સરકારે મે 2005માં રાજ્યસભામાં માહિતી આપી હતી કે, ગોધરાકાંડ બાદના રમખાણોમાં 254 હિંદુઓ અને 790 મુસ્લિમો માર્યા ગયા હતા.

આ પણ વાંચો : કોણ છે તિસ્તા સેતલવાડ, જેના NGO પર ગુજરાતના રમખાણ અંગે ખોટી માહિતી આપવાનો શાહે દાવો કર્યો

માત્ર સનસનાટી ફેલાવવા માટે કરાઈ અરજી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, ગુજરાતમાં 2002ના રમખાણો અંગે ખોટા ઘટસ્ફોટ કરીને સનસનાટી ફેલાવવા બદલ રાજ્ય સરકારના અસંતુષ્ટ અધિકારીઓને કેસમાં લાવવાની જરૂર છે અને કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, તેને રાજ્ય સરકારની દલીલમાં દમ લાગે છે કે, સંજીવ ભટ્ટ (તત્કાલીન IPS અધિકારી), હરેન પંડ્યા (ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન) અને આરબી શ્રીકુમાર (હવે નિવૃત્ત IPS અધિકારી)ની જુબાની માત્ર કેસને જીવતા રાખવાનો અને તેનું રાજનીતિકરણ કરવાનો હતો, જ્યારે તે સદંતર ખોટું છે.

Last Updated : Jun 26, 2022, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.