અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષ દ્વારા લોકોને રીઝવવા (Gujarat Assembly Elections) માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ પક્ષમાં અવાર નવાર બેઠકો મળીની ચૂંટણી માટે રણનીતિ કરે છે. ત્યારે NCP અધ્યક્ષ જયંત બોસ્કી અને રઘુ શર્મા વચ્ચે બંધ બારણે થયેલી બેઠક બાદ કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. NCP દ્વારા કોંગ્રેસ પાસે પાંચ ટિકિટ માંગી હોય તે પ્રકારની સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઇ છે, ત્યારે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ બેઠકને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. (Jayant Boski and Raghu Sharma Meeting)
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ શું કહ્યું કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સાથે પહેલા પણ NCP ગઠબંધન કર્યું છે. અમે એમની સાથે મુલાકાત કરી છે. અમારા પાર્ટીના હાઇ કમાન્ડની સાથે ચર્ચા (Congress NCP Alliance) કર્યા બાદ શું કરવું છે અને શું નથી કરવું એનો અંત્તિમ નિર્ણય દિલ્હીમાં કરવામાં આવશે. તેમજ ગઠબંધન થશે કે નહીં તે હાઈકમાન્ડ નક્કી કરશે. આ ઉપરાંત અશોક ગેહલોત સાથે ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પણ અમે એમની સાથે સરકાર ચલાવી ચૂક્યા છીએ. (NCP President Jayant Boski)
NCP દ્વારા પાંચ ટિકિટ માંગવામાં આવી મહત્વનું છે કે, બંધ બારણે જે ચર્ચા થઈ હતી એમાં NCP દ્વારા પાંચ ટિકિટ માંગવામાં આવી છે. NCPએ કુતિયાણાથી કાંધલ જાડેજા માટે ટિકિટ માંગી છે. ગોંડલથી રેશ્મા પટેલ માટે ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંતિ બોસકી માટે અને નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર માટે ટિકિટ માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણીને લઈને મેદાન ઉતરી છે. congress ncp alliance in gujarat, Gujarat Assembly Elections 2022