ETV Bharat / city

Gujarat Assembly Elections 2022 : ભાજપ, આપ અને કોંગ્રેસ એપ્રિલમાં ખેલશે મુલાકાતની રાજનીતિ, ગતિવિધિ જાણો - Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Elections 2022 )આ વર્ષમાં રાજકીય પક્ષોનો જુદો જ ધમધમાટ વર્તાવા લાગ્યો છે. ત્યારે એપ્રિલ માસમાં પ્રખર ગરમીની વચ્ચે ભાજપ અને આમ આદમી પાર્ટીના શીર્ષસ્થ નેતાઓના કાર્યક્રમો ( BJP Congress AAP Election campaign )આયોજિત થઇ ચૂક્યાં છે. ગુજરાતમાં એપ્રિલ મહિનો ચૂંટણી પ્રચાર માટે ધમાકેદાર રહેશે.

Gujarat Assembly Elections 2022 : ભાજપ, આપ અને કોંગ્રેસ એપ્રિલમાં ખેલશે મુલાકાતની રાજનીતિ, ગતિવિધિ જાણો

author img

By

Published : Mar 31, 2022, 7:25 PM IST

અમદાવાદઃ ગુજરાતનું કોઇપણ મીડિયા માધ્યમ નિહાળો કે વાંચો તો તરત જ સમજાઇ જે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો (Gujarat Assembly Elections 2022 ) ચરુ ઉકળવા લાગ્યો છે. રાજ્યમાં વર્તમાનમાં જેમની સરકાર છે તે ભાજપ, ગુજરાતમાં નવ વિકલ્પ તરીકે ઊભરવા થનગનતી આમ આદમી પાર્ટી અને નામું નંખાઇ ગયેલી કોંગ્રેસ, આ ત્રણેયમાં આલાકમાન્ડે ગુજરાત પર ફોક્સ કર્યું છે.

પહેલે નાકે ભાજપ આગળ- ભાજપના આલાકમાન્ડ એવા વડાપ્રધાન મોદી (PM Narendra Modi Gujarat Visit)અને અમિત શાહનો એપ્રિલમાં ગુજરાત પ્રવાસ (Home Minister Amit Shah Gujarat Visit )ગોઠવાયો છે. માર્ચમાં પણ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે વતનના રાજ્યમાં કાર્યક્રમો નિમિત્તે આવીને, નેતાઓ-કાર્યકરો વચ્ચે ઉપસ્થિત રહી ઘણી બધી સેન્સ લઇ લીધી છે. ત્યારે હવે એપ્રિલમાં પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના કામકાજના મદ્દેનજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi Gujarat Visit ) અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)પ્રવાસે આવવાના છે. એપ્રિલ માસમાં મોદીના તો બે-ત્રણ (Gujarat Election 2022) ગુજરાત પ્રવાસ ગોઠવાવાની શક્યતા છે.

પીએમ મોદી એપ્રિલમાં ગુજરાતની બે-ત્રણવાર મુલાકાત લે તેવી શક્યતા

એપ્રિલમાં વડાપ્રધાન વલસાડના પ્રવાસે આવી શકે છે- વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન (Gujarat Election 2022)ઉપસ્થિત રહી શકે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi Gujarat Visit)હાજર રહી શકે છે. 21 એપ્રિલનો દાહોદનો કાર્યક્રમ પણ જાહેર થઇ ચૂક્યો છે. 21 અને 22 એપ્રિલે મધ્ય અને ઉત્તર ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવશે. જ્યાં તેઓ દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં સરકારી કામોનું લોકાર્પણ કરશે. દાહોદ અને બનાસકાંઠામાં વડાપ્રધાન રોડ શો પણ કરવાના છે. મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશ સહિતની પાંચ રાજ્યોની ચૂંટણીમાં જીતના સમયે વડાપ્રધાન મોદી ગુજરાતમાં જ હતાં.

અમિત શાહના ગુજરાતના પ્રવાસ - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત (Home Minister Amit Shah Gujarat Visit )આવશે. આ તેમનો બીજીવારનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે અમિત શાહ ગુજરાતના પ્રવાસ આવશે અને ગાંધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. એટલે કે 15 જ દિવસમાં બીજીવાર અમિત શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં પણ હાજર રહેશે.

ભાજપ કન્વીનર શું કહે છે- ભાજપ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ ETV Bharat સાથેની વાતચીતમાં જોકે જણાવ્યું કે વડાપ્રધાન અને ગૃહપ્રધાનના નિયમિત પ્રવાસો ચાલુ જ હોય છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ ડિસેમ્બર મહિનામાં આવી રહી છે. તેને હવે 35 અઠવાડિયા જેટલો સમય બાકી છે. ભાજપના કાર્યકરો આમ તો ચૂંટણી મોડમાં હોય છે. પરંતુ કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે બંને લોકલાડીલા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ BJP Central Zone Meeting : PM Modiના દાહોદ પ્રવાસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાશેઃ પાટીલ

પંજાબ જીતના પડછાયામાં હરખાતાં ‘આપ’ના કેજરીવાલ ગુજરાતમાં -આપના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલનો 2 એપ્રિલે ( Arvind Kejriwal Ahmedabad Visit )અમદાવાદમાં રોડ શૉ આયોજિત થયો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આગામી 2 એપ્રિલે એક દિવસીય મુલાકાતે અમદાવાદ આવશે. અહીં તેઓ પૂર્વ વિસ્તારમાં રોડ શૉ (Arvind Kejriwal Ahmedabad Road Show) યોજશે. ત્યારબાદ પક્ષના પ્રદેશ સંગઠન અને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે કેટલાક મહત્વના નિર્ણયો કરવા માટે પ્રદેશના નેતાઓ સાથે મેરેથોન બેઠક યોજશે અને તેમાં ગુજરાતની ચૂંટણી જીતવા માટે રણનીતિ નક્કી થશે.

'આપ'નું હવે ગુજરાત મિશન - આમ આદમી પાર્ટીએ હાલમાં જ પંજાબમાં સ્પષ્ટ બહુમતવાળી નવી સરકાર બનાવી છે.આપ દિલ્હીની યુનિયન ટેરેટરીમાંથી એક સ્ટેટ ગવર્નમેન્ટ હોવાનો રુતબો મેળવી લીધો છે. ત્યારે ભાજપના ગઢ ગુજરાતમાં AAPની તીણી નજર પડી ચૂકી છે. સ્વાભાવિક જ હવે AAPના નેતાઓની ગુજરાતની આવનજાવનમાં વધારો થશે તેવું (AAP Gujarat Mission ) લાગી રહ્યું છે. AAP ભાજપને જોરદાર ટક્કર આપવા વિવિધ રણનીતિ ઘડી રહ્યું છે. પંજાબમાં ચૂંટણી જીત્યા પછી AAPએ કહ્યું હતું કે, દિલ્હી પછી પંજાબ અને હવે ગુજરાતમાં પરિવર્તન લાવીશું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેવો મોટો મોકો આપને મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પગપેસારો કરવા તલપાપડ બનેલી આમ આદમી પાર્ટી ગુજરાત સર કરવા એડીચોટીનું જોર લગાવશે. જોકે, 2 એપ્રિલે અરવિંદ કેજરીવાલના રોડ શૉથી જ આમ આદમી પાર્ટી ચૂંટણી માટેનું (Arvind Kejriwal Ahmedabad Visit) રણશિંગુ ફૂંકી દેશે. AAP પાર્ટીએ તેના તમામ નેતાઓને ચૂંટણી જીતવાના કામે લગાડી દીધા છે.

દિલ્હી પછી પંજાબ અને હવે ગુજરાતમાં પરિવર્તન લાવવાની મંશા

આ સંદર્ભે ETV Bharat સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના મીડિયા ઇન્ચાર્જ યોગેશ જાદવાનીએ કહ્યું હતું કે બીજી એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાત આવે છે. અમદાવાદમાં નિકોલના ખોડીયાર મંદિરથી બપોરે 3:00થી લઈને તેમનો રોડ શો ચાલુ થશે. જ્યારે 3 એપ્રિલના રોજ તેઓ પાર્ટીના ગુજરાતના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ વગેરેને મળશે અને ગુજરાતની સમસ્યાઓ જાણશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: નર્મદા યોજના મુદ્દે હોબાળો થતા 15 મિનિટ વિધાનસભા મુલતવી રાખવી પડી

ગુજરાત કોંગ્રેસે આળસ ખંખેરી છે- તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં કારમા પરાજયનો મૂઢમાર સહ્યાં બાદ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓને લઇને નવું વિચારવું કોંગ્રેસ માટે અઘરું તો છે. પરિણામો પહેલાં ફેબ્રુઆરીમાં દ્વારકામાં યોજાયેલી ચિંતન શિબિર દરમિયાન રાહુલ ગાંધીએ પ્રદેશ નેતાઓ અને કાર્યકરોને સ્ફૂર્તિનો ડોઝ પાયો હોય એમ કોંગ્રેસે આળસ ખંખેરી તો છે. વિધાનસભામાં પણ કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા ભજવતાં ભાજપ સરકારને ઘેરવામાં કોઇ કસર છોડી નથી.

રાહુલ ગાંધીનો એપ્રિલમાં પ્રવાસ ગોઠવાશે?- સરકારને ઘેરવા માટે શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી સહિતના લોકોને સ્પર્શતાં પ્રશ્નોને લઇને પ્રશ્નોત્તરી કાળ કોંગ્રેસે ખાટી લીધો છે. ત્યારે પહેલી નજરે કળી ન શકાય એવી ચાલ ચાલતાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના દસ્તક સાંભળીને કામ શરુ કરી દીધું છે. આદિવાસીઓને જમીનને લગતા જૂના મુદ્દામાં પણ ઉગ્ર વિરોધની ફૂંક મારીને કોંગ્રેસે ચૂંટણી ચોપાટ ખેલી છે. રહી વાત તેમના આલાકમાન્ડ એવા ગાંધી પરિવારની, તો રાહુલ ગાંધી સાથે ગુજરાતનો એપ્રિલ પ્રવાસ ગોઠવાય તો નવાઈ નહીં લાગે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સુખરામ રાઠવા 29મીએ દિલ્હીમાં જઇને આદિવાસી જમીનને મુ્દ્દે શ્વેતપત્રની માગણી કરવા પહોંચ્યાં હતાં તેના ઘણાં અર્થો કાઢી શકાય છે.

રાહુલ ગાંધીને ગુજરાત મુલાકાત માટે મનાવી શકે છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ

નરેશ પટેલ માટે કોંગ્રેસને મોટી આશા -કોંગ્રેસ માટે પાટીદાર નેતા નરેશ પટેલ પણ મોટી આશાનું નામ બની ગયાં છે. રાજકારણમાં આવું છું... આવું છું... કરતાં આ પાટીદાર નેતા કોંગ્રેસમાં જોડાશે તેવી જોરદાર હવા ચાલી રહી છે. ત્યારે સર્વે દ્વારા સામે આવતાં લોકોની સેન્સને જોઇને નરેશ પટેલ પવન હોય તે ભણી સઢ વાળશે એ નક્કી છે. કોંગ્રેસ માટે કૂણી લાગણી ધરાવતાં નરેશ પટેલ શું નિર્ણય લેવાના છે તે તો તેમને ખબર, પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમના ભણી આશાની નજર રાખી રહ્યાં છે.

રાજકીય રીતે એપ્રિલ મહિનો ધમાકેદાર- આમ ગુજરાતમાં એપ્રિલ મહિનો રાજકીય રીતે જોઈએ તો ચૂંટણી પ્રચાર માટે ધમાકેદાર બની રહેશે. અને ગુજરાતની ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકીય આટાપાટા ગોઠવે તો નવાઈ નહી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.