ETV Bharat / city

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં PK પાર પાડશે કોંગ્રેસની નૈયા! નરેશ પટેલ કરશે એન્ટ્રી - ગુજરાત ચૂંટણી પ્રચાર કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં દમખમ દેખાડવા માટે કોંગ્રેસ પ્રશાંત કિશોરને મેદાનમાં ઉતારી શકે છે. આ માટેની મંજૂરી રાહુલ ગાંધીએ આપી દીધી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પ્રશાંત કિશોર કોંગ્રેસ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી શકે છે. તો બીજી તરફ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં એન્ટ્રી મારશે તેવા સંકેતો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં PK પાર પાડશે કોંગ્રેસની નૈયા! નરેશ પટેલ કરશે એન્ટ્રી

author img

By

Published : Mar 29, 2022, 10:39 PM IST

Updated : Mar 29, 2022, 10:56 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં સળવળાટ શરૂ થયો છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસનો સોશિયલ મીડિયામાં પ્રચાર કરવા માટેની કમાન પ્રશાંત કિશોરને આપવા રાહુલ ગાંધીએ મંજૂરી આપી છે. ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress 2022) આ વખતે કંઈક નવું કરવા જઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.

ભ્રષ્ટાચાર અને પેપરલીક મામલે કોંગ્રેસનો વિરોધ- યુવા નેતાઓ તો વિધાનસભા (Gujarat Assembly 2022)માં બરાબરનો હલ્લાબોલ કરી આવ્યા છે અને સરકારના કાને આદિવાસીઓ (tribes in gujarat)ના વિરોધની વાત પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ (par tapi narmada link project) સ્થગિત કરવો પડ્યો છે. ભ્રષ્ટાચાર (Corruption In Gujarat) અને પેપરલીક (Paper Leak Scam In Gujarat) મામલે કોંગ્રેસનો વિરોધ અનોખો રહ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર (Gujarat election campaign congress)ની કમાન PK એટલે કે પ્રશાંત કિશોરને સોંપવા માટે રાહુલ ગાંધીએ મંજૂરી આપી દીધી છે, તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: ભાજપની આદિવાસી વોટબેંકને અસર ન થાય તે માટે સરકારે તાપી રિવર લિંક યોજના સ્થગિત કરી છે? જાણો સત્ય

નરેશ પટેલને તમામ પક્ષોનું આમંત્રણ છે- બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર સમાજના અગ્રણી એવા નરેશ પટેલને કોંગ્રેસમાં જોરદાર એન્ટ્રી અપાશે તેવું લાગી રહ્યું છે. નરેશ પટેલે ભલે હજુ વધુ સમય માંગ્યો હોય, પણ રાજકારણમાં જોડાવા માટેનો નિર્ણય લઈ લીધો હોય તેવા સંકેત મળી રહ્યા છે. જો કે નરેશ પટેલને આમ આદમી પાર્ટી અને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હાર્દિક પટેલે તો પત્ર લખીને સમાજની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાવા માટે કહ્યું છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: ફૂટેલ હોય તેને બધું ફુટેલું લાગે, પુરાવા હોય તો લાવો સરકાર કાર્યવાહી કરશે

ભાજપ સાથે બેઠક થઈ ચૂકી છે- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે નરેશ પટેલની બેઠક થઈ ચૂકી છે અને તેમાં પણ તેમને ભાજપ સાથે આવવા માટે કહેવાયું છે. પરંતુ નરેશ પટેલ રાજકારણ (Naresh Patel In Gujarat Politics)માં આવશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે. સમાજનો સર્વે આવવાનો બાકી છે. પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પ્રચારની કમાન સંભાળશે કે નહી તે હજી સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી કે પ્રશાંત કિશોરે કશું કહ્યું નથી. પણ કોંગ્રેસના સૂત્રોના કહેવા પ્રમાણે પ્રશાંત કિશોર લગભગ નક્કી છે અને રાહુલ ગાંધીએ તેમને મંજૂરી પણ આપી દીધી છે.

Last Updated : Mar 29, 2022, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.