અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ની (Gujarat Assembly Election 2022 ) તારીખ જાહેર થાય તે પહેલા આમ આદમી પાર્ટીએ ફ્રીમાં આપવાની પાંચ ગેરંટી આપી દીધી (Aam Aadmi Party Free Guarantee) છે. આ ઉપરાંત, કોંગ્રેસના રાહુલ ગાંધીએ 8 વચન આપી દીધા છે. હવે ગુજરાતની પ્રજાએ નક્કી કરવાનું છે કે, મારે કોને મત આપવો. ટૂંકમાં ગુજરાતીઓની કસોટી છે કે તેને કેવી સરકાર જોઈએ છે. આ વખતે 2022માં વિધાનસભાની ચૂંટણીમાં પાંચ પરિવર્તન જોવા મળી શકે છે. Gujarat assembly election 2022 five changes
ફ્રી... ફ્રી... ના વાયદાઓ : ગુજરાતની પ્રજાને લલચાવા માટે અને ભાજપથી વિમુખ થઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મત મળે તે માટે ફ્રી.. ફ્રી...ની જાહેરાતો કરવામાં આવી રહી છે. 300 યુનિટ સુધીની વીજળી ફ્રી, સરકારી શાળાઓમાં સારામાં સારુ શિક્ષણ, ખેડૂતોના દેવા માફ, સરકારી હોસ્પિટલોમાં સારી આરોગ્ય સુવિધાઓ, વિગેરે જેવા વાયદાઓ કરી નાંખ્યા છે. 2017માં કોંગ્રેસે ઘરનું ઘર આપવાનો વાયદો કર્યો હતો, અને તેના માટે ફોર્મ પણ ભરાયા હતા, પરંતુ તે વાયદો ફ્લોપ ગયો હતો. જોકે આ વખતે ફ્રીમાં આપવાની યાદી લાંબી થઈ ગઈ છે. મોંધવારી વધી છે, જેથી ફ્રીમાં મળતી વસ્તુઓથી ગુજરાતીઓ લલચાશે ખરા ? (AAP Education Policy)
પાટીદાર નેતાની અધ્યક્ષતામાં ચૂંટણી લડાશે : 2017ની ચૂંટણી તે વખતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં લડાઈ (Guijarat Election On Patidar Face) હતી. હવે 2022ની ચૂંટણી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લડાશે. એટલે કે પાટીદાર મુખ્યપ્રધાન છે. તે વખતે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લડાયેલી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 80 ટકા પાટીદારોના મત મળ્યા હતા, જ્યારે 2017માં રૂપાણીની લીડરશીપમાં ચૂંટણી લડાઈ તેમાં 55 ટકા પાટીદારોના મત મળ્યા હતા, એટલે કે પાટીદારોનો વોટ શેર ઘટ્યો હતો, પરંતુ 2022માં પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી લડાશે. જેથી ભાજપને પાટીદારોના વોટ શેર વધી શકે છે. (free revdi culture)
અહેમદ પટેલની ગેરહાજરીમાં કોંગ્રેસ ચૂંટણી લડશે : સોનિયા ગાંધીના સલાહકાર તરીકે ગુજરાતના અહેમદ પટેલ હતા, તેઓએ કોંગ્રેસ હાઈકમાન્ડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Pradesh Congress) વચ્ચે સારો તાલમેલ રાખીને ચૂંટણીમાં તમામ મેનેજમેન્ટ સંભાળ્યું હતું, પરંતુ હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જગ્યા ખાલી રહી છે, અને હાઈકમાન્ડ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું કોઓર્ડિનેશન વચ્ચે ગેપ રહેશે. અહેમદ પટેલ સીનીયર નેતા અને સોનિયા ગાંધીના ખૂબ જ વિશ્વાસુ હતા, તેમની સલાહ પ્રમાણે હાઈકમાન્ડ નિર્ણય લેતું હતું, જે ગુજરાત કોંગ્રેસના ફાયદામાં હતો. પણ હવે ગુજરાત કોંગ્રેસ વચ્ચે તાલમેળનો અભાવ જોવા મળશે. જો કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને જવાબદારી સોંપાઈ (Ashok Gehlot gujarat responsibility) છે, હવે સવાલ એ છે કે અહેમદ પટેલની જગ્યા અશોક ગેહલોત ભરી શકશે.
દિલ્હી અને રાજસ્થાન મોડલની ચર્ચા : 2017ની ચૂંટણીમાં માત્ર ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા હતી. પણ આ વખતે 2022માં ગુજરાતમાં વિકાસની વાત તો છે જ. પણ આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ ગુજરાતમાં લાવશે, તેવો પ્રચાર કરી રહી છે. જ્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે અમદાવાદમાં કહી દીધું છે કે, ગુજરાતમાં રાજસ્થાન મોડલ લાવીશું. હવે ગુજરાતીઓ અવઢવમાં છે કે દિલ્હી મોડલ સારુ કે રાજસ્થાન મોડલ સારુ. હવે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત, દિલ્હી અને રાજસ્થાન મોડલની ચર્ચા થશે અને ચૂંટણીનો મુદ્દો બનશે. Gujarat BJP in Election
ભાજપ V/S આમ આદમી પાર્ટી : 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ હતો. પણ 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ યોજાશે. આમ આદમી પાર્ટી ખૂબ મોટા ઉત્સાહ સાથે ચૂંટણીના મેદાનમાં આવી છે, અને તેઓ કોંગ્રેસ અને ભાજપના શાસનની ટીકા કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રચારનો હવે ભાજપના અગ્રણી નેતાઓને જવાબ આપવા પડે તેવી સ્થિતિ સર્જી દીધી છે. વડાપ્રધાન મોદીએ રેવડી કલ્ચર કહીને આમ આદમી પાર્ટીના નેતાને જવાબ આપ્યો હતો. તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાર્ટીનું નામ લીધા વગર કહ્યું હતું કે, ગુજરાતના વિરોધી મેઘા પાટકરને પાછલા બારણે પ્રવેશ કરાવાનો કારસો રચી રહ્યું છે. એટલે કે હવે ભાજપ અન આમ આદમી પાર્ટી વચ્ચેનો જંગ બન્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. BJP Vs AAP