અમદાવાદઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી-રાજ્યસભાના સાંસદ ડો. સંદીપ પાઠકનું અમદાવાદમાં વિવિવત પ્રભારી ચાર્જ સંભાળવા સમયે સ્વાગત (AAP In charge Gujarat Visit )કરવામાં આવ્યું હતું. હાલમાં જ પક્ષના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન ગુજરાતની મુલાકાત લઇ ચૂક્યાં છે ત્યારે પક્ષના કાર્યકરોનો હોંસલો બુલંદ છે. એવામાં સંદીપ પાઠકના આગમનથી ગુજરાત આપ એકમના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો વ્યાપી ગયો હતો.
આવતીકાલે મળશે બેઠક - આપ ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકના અધ્યક્ષસ્થાને ((AAP In charge Gujarat Visit ))પ્રદેશના પદાધિકારીઓ અને પક્ષ સંગઠનના તમામ હોદ્દેદારોની આવતીકાલે બેઠક યોજવામાં આવશે. આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) જીત મેળવવા આમ આદમી પાર્ટી તમામ પ્રકારે તૈયારીઓ સઘન બનાવી રહી છે. બેઠકમાં આગામી રણનીતિ અને રોડમેપ નક્કી કરવામાં આવશે. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ, સંગઠન નિમાઁણમાં સુધારા-વધારા, પંજાબની ચૂંટણીમાં કરવામાં આવેલી કાયઁવાહી તેંજ પ્રચાર-પ્રસાર અને ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અને લોકોના વણઉકેલ્યા પ્રશ્નો જેવા વિવિધ મુદ્દાઓની આ બેઠકમાં (AAP strategy to win Gujarat Assembly elections 2022 ) ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Isudan Gadhvi Statement : ખાનગી સ્કૂલો પાંચ ટકા ફી વધારો પાછો નહીં ખેંચે તો અમે રોડ પર આંદોલન કરીશું
આગામી ચૂંટણીમાં 58 બેઠક જીતવાનો દાવો - પ્રભારી સંદીપ પાઠકે (AAP In charge Gujarat Visit ) જણાવ્યું હતું કે ખુદ ભાજપના આંતરિક સર્વેમાં જણાવાયું છે કે આમ આદમી પાર્ટીને આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) 55 બેઠક મળશે. જ્યારે આપ દ્વારા થયેલા સર્વેમાં આપને 58 બેઠકો મળી (Sandip pathak in Gujarat ) રહી છે તેવો દાવો પાઠકે કર્યો હતો. ભાજપ આપથી ડરી રહ્યો હોવા સાથે આક્ષેપ કરાયો હતો કે આમ આદમી પાર્ટીને બદનામ કરવાના ષડંયત્રો થઈ રહ્યાં છે. જેમ કે સોશીયલ મીડિયામાં ભાજપના આઇ.ટી સેલ દ્વારા ફેક એડીટીંગ વિડીયો, ઓડીયો અને ફોટાઓ વાયરલ કરવા, AAPના કાયઁક્રમોને પરમિશન આપવામાં અડચણો ઉભી કરવી, AAP ના કાયઁકરો પર ખોટા કેસો કરવા વગરેમાં ભાજપના ડરનો અહેસાસ થઇ રહ્યો છે.
આ પણ વાંચોઃ Attack on Kejriwal's house: ભાજપ મુદ્દાની નહીં પણ હુમલાની રાજનીતિ કરી રહી છે :આપ