અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી (2 માર્ચ) શરૂ થઈ (Gujarat Assembly Budget Session 2022) રહ્યું છે. જોકે, તે પહેલા આમ આદમી પાર્ટીએ કેટલીક માગણી (AAP demand from Budget) કરી છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના દેવા માફ, 300 યુનિટ વીજળી મફત અને ગુજરાતના શહીદ વીરોને 1 કરોડ રૂપિયાનું સન્માન આપવામાં આવે તેવી અમારી માગ (AAP demand from Budget) છે.
ભાજપ હંમેશા કોર્પોરેટ કંપનીને ફાયદો થાય તેવું બજેટ લાવે છેઃ AAP
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ (AAP Leader Isudan Gadhvi on Budget Session) જણાવ્યું હતું કે, આ બજેટ (Gujarat Budget 2022) ભાજપ સરકારનું અંતિમ બજેટ હશે. ભાજપ સરકાર હંમેશા કોર્પોરેટ કંપનીને ફાયદો થાય તે રીતે બજેટ બનાવતી હોય છે. ત્યારે આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ મધ્યમ વર્ગ, નાના વેપારી, ખેડૂતલક્ષી બજેટ (Gujarat Budget 2022) આપવામાં આવે.
આ પણ વાંચોઃ Rajpipla Budget 2022 - 23 : રાજપીપળા પાલિકાનું 90 કરોડનું બજેટ મંજૂર, ભૂગર્ભ ગટર કનેક્શન ફીમાં રાહત અપાઈ
આમ આદમી પાર્ટીએ બજેટમાં આ માગણી કરી
- મોંઘવારીનો માર ભોગવી રહેલી જનતાને પેટ્રોલ-ડીઝલના વેરા પરનો વેરો ઘટાડવામાં આવે
- ઘર વપરાશમાં 300 યુનિટ સુધી વીજળી નિઃશુલ્ક આપવામાં આવે
- રાજ્યના વિદ્યાર્થીને બહાર ડિગ્રી મેળવવા બહાર જવું ન પડે તે માટે મેડીકલ અને એન્જિનિયરિંગની બેઠક વધારવામાં આવે
- તાલુકા અને જિલ્લાકક્ષાએ PHC કેન્દ્રમાં ડોક્ટરનો સ્ટાફ પૂરતો રાખવામાં આવે
- ફિક્સ પે આઉટસોર્સીગના યુવાનોનું શોષણ બંધ કરવામાં આવે અને તેમને પૂરા પગારમાં કાયમી કરવામાં આવે
- યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહેલી સરકાર બેરોજગાર યુવાનોને ભથ્થું આપે
- રાજ્યમાં પશુપાલન તેમ જ દૂધ ઉત્પાદન વ્યવસાય વિકસે તે માટે પ્રતિલિટરે પ્રોત્સાહન રકમ આપવામાં આવે
- ખેડુતના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે
આદિવાસી સમાજનું બજેટમાં ભાજપ તાયફામાં જ ખર્ચે છેઃ AAP
ભાજપ સરકાર આદિવાસી સમાજ માટે જે બજેટ (Gujarat Budget 2022) ફાળવવામાં આવે છે. તે પોતે પોતાના પ્રચારમાં કે પોતાના ખોટા તાયફમાં જ વાપરી રહી છે તે બંધ કરવામાં આવે એને તેમનું બજેટ તેમના વિકાસના કામમાં જ કરવામાં આવે તેવી માગણી કરી છે. આ સાથે દરિયાકિનારે વસતા માછીમારોના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટે અલગ બજેટ ફાળવવામાં આવે. ગુજરાતમાં શહીદ થતા સૈનિકોને 1 કરોડ રૂપિયા સન્માન પેટે આપવામાં આવે તેવી માગણી (AAP demand from Budget) કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat University Budget : સિન્ડિકેટ બેઠકમાં ખાધવાળા બજેટને લીલી ઝંડી અપાઇ
ભાજપ માત્ર વાયદા કરી રહી છેઃ AAP
આમ આદમી પાર્ટીના નેતાએ (AAP Leader Isudan Gadhvi on Budget Session) ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ જ્યાં પોતાની સરકાર બની નથી રહી ત્યાં વાયદા કરી રહી છે, પરંતુ જે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સરકાર છે ત્યાં જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે અને વિકાસના નામે માત્ર લોલીપોપ જ આપવામાં આવી રહ્યો છે.