ETV Bharat / city

મહિલાઓની સુરક્ષાના મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું - રૂપાણી સરકાર

મહિલાઓની સુરક્ષાને લઇને ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે, પાર્ટી દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમજ રાજ્યની મહિલાઓ પર થતાં અત્યાચાર અને દુષ્કર્મના આરોપીઓને સજા કરવાની માગ કરવામાં આવશે. પરંતુ બીજી તરફ આમ આદમી પાર્ટીમાં કેટલીક મહિલાઓ પદ અને પ્રતિષ્ઠાને લઈને નારાજ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાત પ્રવક્તા કિરણ આચાર્યએ પાર્ટીનો બચાવ કર્યો હતો.

gujarat-aap-will-hold-a-protest-on-womens-security
ગુજરાત AAP દ્વારા મહિલાઓની સુરક્ષા બાબતે વિરોધ પ્રદર્શન યોજાશે
author img

By

Published : Oct 6, 2020, 3:20 PM IST

અમદાવાદઃ તાજેતરમાં ગુજરાતમાં દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિયોદર, હિંમતનગર, મોરબી અને હાલમાં જ જામનગર અને સંતરામપુરમાં મહિલા ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહિલાઓનું સ્વર્ગ અને સુરક્ષિત રાજ્ય ગણાતું ગુજરાત પણ હવે મહિલાઓ માટે સુરક્ષિત નથી રહ્યું. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, દિવસે ને દિવસે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે.

રૂપાણી સરકાર પર આક્ષેપ કરતાં આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા જાળવવામાં સરકાર નિષ્ફળ થઈ ગઈ છે. ભાજપના નેતાઓ આ માટે બેફામ નિવેદનો આપી રહ્યા છે. તેમના માટે મહિલાઓના કોઈ માન અને સન્માનની કિંમત નથી. જેમકે આમ આદમી પાર્ટી મહિલાઓના સન્માન માટે કટિબદ્ધ થઈ છે. દુષ્કર્મીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરે છે.

મહિલાઓની સુરક્ષાના મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું

આથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના બંગલા પાસે ગુજરાત આપ પાર્ટીના પ્રવક્તા કિરણ આચાર્યની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. રૂપાણી સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે.

ગુજરાત સરકારને વેધક પ્રશ્નો પૂછતા જણાવ્યું કે,

  • શું ભાજપની સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર, દુષ્કર્મ દેખાતા નથી?
  • શું દીકરીઓની લાજ આબરૂનો ગુજરાત સન્માન નથી કરી શકતી?
  • મહિલાઓની આબરૂના ભોગે આ સત્તાની ખુરશી શું કામની?
  • બંગડીઓ મોકલનારા આજે કેમ બેઠા છે?

જેને લઈ તેમણે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને કડકમાં કડક પગલાં લેવા માટે અનુરોધ કર્યો હતો, તેમજ ગુનેગારોને ફાંસીની સજાની માગણી કરી હતી.

જો કે, મહિલાઓ અંગે વિરોધ કરતાં આમ આદમી પાર્ટી ક્યાંક એ પણ ભૂલી ગઈ છે કે, પાર્ટીમાં જ કેટલીક મહિલાઓ પદ અને પ્રતિષ્ઠા ને લઈને નારાજ જોવા મળી રહી છે. આપ પાર્ટીની નારાજ મહિલાઓનું કહેવું છે કે, વર્ષોથી પાર્ટી માટે વફાદાર રહીને કામ કરી રહ્યા છે. જ્યારે નવા કેટલાક લોકો પાર્ટીમાં જોડાયા છે. તેમને પદ અને પ્રતિષ્ઠા આપવામાં આવી રહી છે. જ્યારે અમે લોકો આ વર્ષ સુધી પાર્ટીમાં કામ કરી રહ્યા છે. તેમ છતાં અમને લોકોને આમ આદમી પાર્ટી દ્વારા નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી નારાજ મહિલાઓને મનાવવામાં સફળ રહે છે કે નહીં? તે આવનારા દિવસોમાં જ જોવા મળશે. પરંતુ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રવક્તા કિરણ આચાર્ય હાલ તો પાર્ટીનો બચાવ કરતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.