ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટે ધોરાજી નગરપાલિકાની કાઢી ઝાટકણી, 9મી ડિસેમ્બરે થશે વધુ સુનાવણી - dhoraji municipality

ધોરાજી નગરપાલિકા (dhoraji municipality) હદ વિસ્તારમાં પારાવાર ગંદકી, ભૂગર્ભ ગટરનું નિર્માણ, ખુલ્લી ગટર ઉપર ઓટલાના દબાણ દૂર કરવાની માંગણી સામે કોર્ટે કરેલા આદેશનું પાલન ન થતા હાઇકોર્ટમાં કન્ટેમ્પટની અરજી ઉપર સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે જે તે સમયે ધોરાજી નગરપાલિકાને વધુ સંખ્યામાં સફાઈ કર્મચારીઓ રાખીને શહેરની સ્વચ્છતાના ધોરણ જળવાઈ રહે તે માટે કામગીરી કરવા આદેશ (gujarat high court order) કર્યો હતો પણ તેનું પાલન ન થતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

ગુજ. હાઇકોર્ટે ધોરાજી નગરપાલિકાની ઝાટકણી કાઢી, 9 ડિસેમ્બર સુધી કાર્યવાહી શરૂ કરવાનો આપ્યો સ્પષ્ટ આદેશ

author img

By

Published : Nov 24, 2021, 5:09 PM IST

Updated : Nov 25, 2021, 10:54 AM IST

  • ધોરાજી નગરપાલિકામાં સફાઇ કર્મચારીઓની નિમણૂક મુદ્દે હાઈકોર્ટ નારાજ
  • કન્ટેમ્પટ પિટિશન મામલે હાઇકોર્ટે સરકારને લગાવી ફટકાર
  • જગ્યા વધારવાને બદલે ઘટાડવાનું પાછળનું કારણ સમજાવો- મુખ્ય ન્યાયાધીશ

અમદાવાદ: ધોરાજી નગરપાલિકા (dhoraji municipality) હદ વિસ્તારમાં પારાવાર ગંદકી, ભૂગર્ભ ગટરનું નિર્માણ, ખુલ્લી ગટર ઉપર ઓટલાના દબાણ દૂર કરવાની માંગણી સામે કોર્ટે કરેલા આદેશનું (gujarat high court order) પાલન ન થતા હાઇકોર્ટમાં કન્ટેમ્પટની અરજી ઉપર સુનાવણી થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે, કોર્ટે જે તે સમયે ધોરાજી નગરપાલિકાને વધુ સંખ્યામાં સફાઈ કર્મચારીઓ રાખીને શહેરની સ્વચ્છતાના ધોરણ જળવાઈ રહે તે માટે કામગીરી કરવા આદેશ કર્યો હતો પણ તેનું પાલન ન થતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ માટેની વધુ સુનાવણી 9મી ડિસેમ્બરે યોજાશે.

આ પણ વાંચો: PIL In Gujarat High Court: IIMA માં MPH ના પ્રવેશમાં અનામત ન આપતા હાઇકોર્ટમાં થઇ અરજી

ચીફ જસ્ટિસની બેંચની ટકોર, હાઈકોર્ટના આદેશની અવગણના અંગે પગલા લઈશું

કોર્ટના તિરસ્કાર બદલ થયેલી અરજીની સુનાવણીમાં ધોરાજી નગરપાલિકાના (dhoraji municipality) ચીફ ઓફિસર અશ્વિન ગઢવી અને ચીફ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી ઓફ ગુજરાત રાજકુમાર બેનીવાલ પણ હાજર રહ્યા હતા. આ મુદ્દે ચીફ જસ્ટિસની બેંચે ટકોર કરી હતી કે જો આદેશનું પાલન ન કરવામાં આવે તો અમે ધોરાજી નગરપાલિકાના (dhoraji municipality) ચીફ ઓફિસર અને ચીફ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી ઓફ ગુજરાત સામે હાઈકોર્ટના આદેશની અવગણના અંગે પગલા લઈશું.

આ પણ વાંચો: RERA Gujarat Chairperson નિમણૂક મામલે Gujarat High Court માં થયેલી અરજી મામલે સરકારે શું કહ્યું? જાણો

આ મુદ્દે સુનાવણી 9મી ડિસેમ્બરે યોજાશે

ગુજરાત હાઈકોર્ટે અરજદારની રજૂઆતને માન્ય રાખી વર્ષ 2014માં નગરપાલિકાને આદેશ (gujarat high court order) કર્યો હતો કે જો વધુ સફાઈ કર્મચારીઓની જરૂર હોય તો આઉટસોર્સિંગથી પણ સફાઈ કર્મચારીઓ રાખી શહેરની સ્વચ્છતા રાખવામાં આવે. હાઈકોર્ટના આદેશ મુજબ કામગીરી ન થતાં કેટલાક સમય બાદ અરજદારે ફરીથી કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. કન્ટેમ્પટની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે ટકોર કરી હતી કે હાઇકોર્ટના આદેશ મુદ્દે તમારું અર્થઘટન એલિયન જેવું છે જે ધરતી ઉપર કોઈ સમજી શકે નહીં. વધુમાં આ મુદ્દે સુનાવણી 9મી ડિસેમ્બરે યોજાશે.

Last Updated : Nov 25, 2021, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.