અમદાવાદઃ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી સોનિયા ગાંધીએ રાજીનામું આપ્યા બાદ હાલ ઘમાસાણ ચાલી રહ્યું છે. નવા અધ્યક્ષ પદને લઈને કોની નિમણૂક કરવી એ અંગે CWCના તમામ સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા ચાલી રહી છે.
![Guarat congress Guarat congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8538303_549_8538303_1598266404958.png)
![Guarat congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8538303_305_8538303_1598266477298.png)
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકની અંદર હાલ મનોમંથન ચાલી રહ્યું છે, તો બીજી તરફ સોનિયા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવનાર પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આડે હાથે લેતાં રાહુલ ગાંધીએ આવા નેતાઓ પર ભાજપ સામે મીલીભગતનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીના આરોપ બાદ વરિષ્ઠ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબલ ભડક્યા હતા. જેમાં ગુલામ નબી આઝાદે રાજીનામું આપવાની ભલામણ કરી હોવાનું કહેવાય છે. તેમજ કપિલ સિબ્બલે પોતાના પર લાગેલા આરોપોને ટ્વીટ કરી પોતાની વ્યથા ઠાલવી હતી.
જો કે, CWCની બેઠકમાં સોનિયા ગાંધીના રાજીનામા બાદ હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે કે, નવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી શકાય. બેઠકમાં રાહુલ ગાંધીએ પાર્ટીના આંતરિક મુદ્દાઓને જાહેરમાં ઉપાડવાના બદલે નેતાઓને ઉધડો લીધા હતા. તેમણે જણાવ્યું કે, આ મુદ્દે ચર્ચા મીડિયામાં નહીં પરંતુ CWCની બેઠકમાં થવી જોઈએ.
![Guarat congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8538303_traj.jpg)
![Guarat congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8538303_rajibv.jpg)
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રવક્તાઓની માંગણી છે કે, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીની નિમણૂક થવી જોઈએ. કારણ કે ગાંધી અને નહેરુ પરિવાર એક જ એવો પરિવાર છે કે, જેમણે ભારતનું નિર્માણ કર્યું છે. જ્યારે ફરી એક વખત નવા ભારતનું નિર્માણ કરવા માટે ગાંધી અને નહેરુ પરિવારની જરૂર વધી છે. ગુજરાત કોંગ્રેસની માગણી છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ પર બેસે, જ્યારે સમગ્ર ગુજરાત કોંગ્રેસ તેમની સાથે જોડાયેલું રહેશે.
![Guarat congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8538303_603_8538303_1598266530637.png)
હાલ હવે જોવું રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ પદ પર કોની નિમણૂક કરવામાં આવે છે.