- GTUની ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો
- GTU દ્વારા 27મી એપ્રિલના રોજ પ્રિ ચેક ટ્રાયલ ટેસ્ટ યોજાશે
- BE સેમ-1ના રેગ્યુલર, રીમીડીયલ અને BE સેમ-2ના રીમીડિયલ વિદ્યાર્થીઓની લેવાશે ઓનલાઈન પ્રિ ચેક પરીક્ષા
- BEના સેમ-1, 2ના રેગ્યુલર અને રીમીડિયલ વિદ્યાર્થીઓની ફાઈનલ પરીક્ષા 04 મેથી 13 મે દરમિયાન લેવાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, જેની અસર શૈક્ષણિક ક્ષેત્રે પડી છે. ગત વર્ષે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં માસ પ્રમોશન અને પરિક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ પરિક્ષા ઓનલાઈન યોજાઈ હતી ત્યારે આ વર્ષે પરિસ્થિતિમાં સુધારો ના થતાં પરિક્ષા ઓનલાઈન લેવાનો જ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે પરિક્ષા મોડી શરૂ થઈ રહી છે અને ઓનલાઈન યોજાવવાની છે.
આ પણ વાંચોઃ 16 એપ્રિલથી શરૂ થતી GTUની પરીક્ષા મોકૂફ
ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
GTU દ્વારા ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 27 એપ્રિલે પ્રિ ચેક ટ્રાયલ ટેસ્ટ યોજાશે. BE સેમેસ્ટર-1 અને રીમિડીયલ તથા BE સેમેસ્ટર-2ના રીમિડીયલ વિદ્યાર્થીઓની ઓનલાઈન પ્રિ ચેક પરિક્ષા યોજાશે. પ્રિ ચેક પરિક્ષા બાદ 4 મે અને 13 મેથી ફાઈનલ પરિક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ઓનલાઈન પરીક્ષામાં MCQ જ પૂછવામાં આવશે અને એક કલાકનો સમય આપવામાં આવશે. 4 મેથી શરૂ થતી પરીક્ષામાં 57 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે.
આ પણ વાંચોઃ GTUનો નિર્ણય: વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા અગાઉ ફરજિયાત વેક્સિન લેવી પડશે
પરીક્ષા આપતા પહેલા વેક્સિન લેવી ફરજિયાત
આગામી સમયમાં બીજી અન્ય પરીક્ષાને લઈને GTU દ્વારા જાહેરાત કરવામાં આવશે. જ્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને પૂરતી તકેદારી સાથે પરીક્ષા લેવામાં આવશે. જ્યારે આ વખતે વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા પહેલા કોરોના વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે.