અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) વધતા જ ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા (Gujarat University Exams) લેવા જઈ રહી છે. તો બીજી તરફ GTUએ પરીક્ષા મોકૂફ (GTU Exam Postponed) રાખવાનો નિર્ણય કર્યો છે.
GTUએ તમામ પરીક્ષાઓ મોકુફ રાખી
કોરોનાના કેસો વધતા યુનિવર્સિટીઓની તકલીફમાં વધારો થયો છે, કારણ કે ટૂંક સમયમાં જ પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે યુનિવર્સિટીઓએ પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન (Gujarat University Online Exams) અને ઓફલાઇન એમ બંને મોડમાં પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUએ (Gujarat Technological University Exam Date) 20 તારીખથી શરૂ થતી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી છે.
આ પણ વાંચો: Gujarat Technical University: GTU દ્વારા 'ડ્રોન ટેકનોલોજી કોર્ષનો' પ્રારંભ
આગામી 10 દિવસમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે
GTU દ્વારા આગામી 10 દિવસમાં પરીક્ષાની નવી તારીખ અને સમગ્ર શિડ્યુલ (GTU Exam Date And Schedule) વેબસાઈટ પર મુકવામાં આવશે. ત્યારે હાલમાં મોટા ભાગની યુનિવર્સિટીમાં પરીક્ષા ઓનલાઇન અથવા મોકૂફ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: GTUની મેં મહિનામાં આયોજિત પરીક્ષા ફરી મોકૂફ