અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડોક્ટર રઘુ શર્માએ ETV BHARAT સાથે કરેલી ખાસ વાતચીતમાં (Raghu sharma on paper leak) તેમણે જણાવ્યું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એક પછી એક પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ બની રહી છે. કાંડની તપાસ હાઇકોર્ટના સીટિંગ જજ મારફતે સરકાર દ્વારા કરાવી જોઈએ તેમજ ભવિષ્યમાં લેનાર પરીક્ષાઓ પણ હાઇકોર્ટની દેખરાખમાં લેવાવી જોઈએ. આજે ભાજપના શાસનમાં યુવાનો બેરોજગાર બન્યા છે, તો બીજી તરફ સરકાર યુવાનોને રોજગારી આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
ગુજરાતના લાખો યુવાનો સાથે ભાજપ સરકાર છેતરપિંડી કરી
ગુજરાતમાં પેપર લીક થયું છે, તેવી વાત મીડિયાના માધ્યમથી જાણવા મળ્યા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા (GSSSB chairman asit wora) સમગ્ર ઘટના છુપાવી પાપ કર્યું હતું, તો બીજી તરફ રાજ્યના ગૃહ પ્રધાન કહે છે કે, પેપર ફૂટયું છે અને આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ ઘટનામાં ધરપકડમાં માત્ર નાની માછલીઓ જ છે. હજુ મોટા મગરમચ્છ ફરાર છે.
ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસનું નવું માળખું તૈયાર
વધુમાં જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર (Big changes in gujarat congress) થશે. હાલ કોંગ્રેસની એક પહેલી પ્રાથમિકતા નવી કમિટી બનાવવાની છે. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ નવા પ્રમુખ બનશે તો બીજી તરફ 182 વિધાનસભા બેઠક પર રહેલ બુથ લેવલ સુધી સંગઠન બનાવાશે.. 300થી 400 લોકોના એક ચિંતન શિબિરનું આયોજન થશે, જે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વ પૂર્ણ બની રહેશે.. હું ગુજરાતમાં ચાર દિવસના પ્રવાસમાં ઝોન વાઇઝ બેઠક કરી સ્થાનિક નેતાઓ સાથે અભિપ્રાય લઈશ આગામી સમયમાં કોંગ્રેસ રસ્તાઓ પર જોવા મળશે તે વાત નક્કી છે..
ભરતસિંહના નિવેદનને વખોડી નાખ્યું
ભરતસિંહ સોલંકી દ્વારા થોડા દિવસો અગાઉ દારુબંધીને લઈને નિવેદન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે શિયાળાની ઠંડીમાં ગુજરાતની સરકાર કોઈ એવો નિર્ણય કરે તો બધાને ગમે, ગુજરાતમાં જે આશયથી કોંગ્રેસની સરકારે દારૂબંધી દાખલ કરી હતી અમારા સ્વર્ગસ્થ નેતા વડાપ્રધાન ઈન્દિરાજી તેઓ એમ કહેતા કદાચ કોઈ દારૂ પીએ તો સુખી-સંપન્ન ધનાઢ્ય લોકો અને કદાચ સારો દારૂ પીએ તો તેમાં કોઈ વાંધો નથી, જેની પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ કહ્યું કે, કોંગ્રેસના કોઈપણ નેતા આ પ્રકારનું નિવેદન ન કરી શકે, ત્યારે સવાલ ઉપસ્થિત એ થઈ રહ્યો છે કે, ગુજરાત કોંગ્રેસના નેતા શું નિવેદન આપી રહ્યા છે, તેની જાણકારી રહેલી નથી, જો.કે પ્રભારી રઘુ શર્માએ ભરતસિંહના આ નિવેદનને વખોડી નાખ્યું હતું.
આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું લીક
આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021:પેપર લીક મામલે NSUI દ્વારા અસિત વોરાના ઘર બહાર વિરોધ