ETV Bharat / city

અમદાવાદઃ યુવકે તેમના દાદીની પ્રથમ તિથીએ સિવિલના દર્દીઓને ફાડા લાપસીનું વિતરણ કર્યુ, જાણો શા માટે... - અમદાવાદ ન્યૂઝ

અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોની કુશળતા અને અહીંના સ્ટાફની સેવા-શુશ્રુષાના પરિણામે કુલદિપભાઈના દાદી ચંપાબેન દવેને 10 વર્ષનું નવજીવન મળ્યું હતું. જેનું ૠણ અદા કરવા દાદીની પ્રથમ તિથીએ દર્દીઓને પૌષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કરવા કુલદીપભાઈ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલનું સાચા અર્થમાં ઋણ અદા કર્યું હતું.

ETVBharat Gujarat
ETVBharat Gujarat
author img

By

Published : Sep 16, 2020, 8:33 PM IST

અમદાવાદ: 10 વર્ષ પહેલા 90 વર્ષીય ચંપાબેન દવેને પગના ભાગમાં એકાએક તકલીફ ઉભી થઈ. તેમનું હલનચલન કરવાનુ઼ં સંપૂર્ણપણે બંધ થઈ ગયું. કુલદીપ પોતાના દાદીની તકલીફને લઈ ઘણી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા, પરંતુ દરેક જગ્યાએ નિષ્ફળતાં જ સાંપડી. છેલ્લે ક્યાંય સફળતાનો માર્ગ ન જડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા હતા.

કુલદિપભાઈએ દાદીની પ્રથમ તિથીએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફાડા લાપસીનું વિતરણ કર્યુ

સિવિલના ઓર્થોપેડિક વિભાગની દેખરેખ હેઠળ 3 મહિના તેમની સારવાર ચાલી. એક મહિના સુ઼ધી તેમની તકલીફનું સામાન્યપણે નિવારણ કેમનું લાવી શકાય તે માટે સર્વે તબીબો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો. છેલ્લે વિવિધ તબીબો દ્વારા તેમની સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી વધુ જટિલ જણાઈ આવતા તત્કાલિન સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. એમ. એમ. પ્રભાકર દ્વારા સમગ્ર સર્જરી હાથ ધરવામાં આવી. સામાન્યપણે 2-3 કલાક ચાલતી આવા પ્રકારની જટિલ સર્જરી ડૉ.પ્રભાકરના કુનેહ અને અનુ઼ભવના કારણે ફક્ત 15 મિનીટમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી તેમ કુલદીપભાઈએ જણાવ્યું હતું.

આ સર્જરી બાદ તેમના દાદી સંપૂર્ણપણે સ્વસ્થ થઇ 10 વર્ષ વધુ જીવી શક્યા. અન્ય કોઈપણ પ્રકારની તકલીફ વગર તેમનુ આયુષ્ય ભોગવી શક્યા. દાદી જાણે નર્વસ 99નો શિકાર બનવાની તૈયારીમાં હતા, ત્યારે ભગવાન સ્વરૂપ સીવીલના તબીબોએ તેમને ઉગારી લેતા એક બાહોશ ખેલાડીની જેમ સદી પૂરી કરી તારીખ 16 સપ્ટેમ્બર, 2019ના રોજ પૃથ્વી પરની પીચ છોડી ભગવાન સાથે પેવેલિયન તરફ પાછા ફર્યા.

આજે બુધવારે સ્વ. ચંપાબેનની પ્રથમ તિથીએ સિવિલની સેવા-શુશ્રુષાનું ૠણ ચૂકવવા માટે કુલદીપભાઈ તેમના પરિવારની સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના દાદીમાં સારવાર અર્થે દાખલ હતા તેવા C-1 વોર્ડ તેમજ બાળરોગ, ગાયનેક તેમજ અન્ય વોર્ડમાં જાતે પોતાના પરિવાર સાથે જઈ દર્દીઓમાં લાપસીનું વિતરણ કર્યું હતું. લાગણીસભર શબ્દો સાથે કુલદીપભાઈ કહે છે કે મારા દાદી સ્વસ્થ રહી 10 વર્ષ જીવી શક્યા તે ફક્ત સિવિલ હોસ્પિટલ અને અહીંના તબીબો, નર્સ બહેનો અને અન્ય સ્ટાફની સેવા શુશ્રુષાના કારણે. સિવિલના તબીબો અન્ય ખાનગી હોસ્પિટલના તબીબો કરતા વધુ કુશળ- નિષ્ણાંત અને જવાબદારી સાથે સેવા કરે છે. કુલદીપભાઈ કહે છે કે સિવિલ હોસ્પિટલે મારા દાદીને 10 વર્ષનું નવજીવન બક્ષ્યું. આપણે સામાન્યપણે આપણા વડવાઓના શ્રાધ્ધમાં કે તીથી વખતે વિધિવત પ્રસંગ કરીને લોકોને જમાડતા હોઈએ છીએ. જેની જગ્યાએ આપણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જમાડવા જોઈએ તેમને મદદરૂપ બનવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.