ETV Bharat / city

ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી, સી.આર.પાટીલે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી

ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ (Shri Kamalam) ખાતે 75 મા સ્વતંત્રતા દિવસ (75th Independence Day) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C.R.Patil) રાષ્ટ્રીય ધ્વજ (National flag) ફરકાવી ધ્વજને સલામી આપી હતી. સાથે જ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલિંગ માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Independence Day celebrations
Independence Day celebrations
author img

By

Published : Aug 15, 2021, 5:18 PM IST

  • ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે 75 મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી
  • પ્રદેશ કાર્યાલય ખાતે સી.આર.પાટીલે કર્યું ધ્વજવંદન
  • મોટા પાયે કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ગાંધીનગર: ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ (Shri Kamalam) ખાતે 75 મા સ્વતંત્રતા દિવસ (75th Independence Day) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વે મોટાપાયે ભાજપના કાર્યકરો પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કાર્યાલયને ત્રિરંગી ફુગ્ગાથી સજાવવામાં આવ્યું હતું. સાથે જ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલિંગ માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી

આ પણ વાંચો: India Independence Day 2021: 75માં સ્વતંત્રતા પર્વ નિમિતે જૂનાગઢમાં CM વિજય રૂપાણીએ ધ્વજવંદન કરાયું

સી.આર.પાટીલે ક્રાંતિકારીઓને યાદ કર્યા

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C.R.Patil) ધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય ધ્વજ (National flag) ને સલામી આપી હતી. પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, સ્વતંત્રતાનું 75મું વર્ષ સમગ્ર દેશ અને દેશના નાગરિકો માટે અમૃત મહોત્સવનું વર્ષ છે. સ્વતંત્રતા મેળવવા લાખો યુવાનોએ પોતાના જીવની આહુતિ આપી છે. લાખો લોકો જેલમાં ગયા છે. અનેક માતા-બહેનોએ પોતાના ભાઈઓ અને દીકરા ગુમાવ્યા છે પરંતુ દેશના ચરણોમાં પોતાના બાંધવોને અર્પણ કરતા અફ્સોસ થયો નથી. આ પર્વે તમામ ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.

આ પણ વાંચો: 72માં વન મહોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણીએ કલગામ ખાતે મારુતિનંદન વનનું કર્યું ઉદ્ઘાટન

ગુજરાતના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા : પાટીલ

આજે આપણે જે આઝાદી ભોગવી રહ્યા છીએ તે વીરોને આભારી છે. આજે આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ પૂરા થયા છે. દેશ આજે અનેક ક્ષેત્રમાં આગળ વધ્યો છે. આપણે વૈશ્વિક હરીફાઇમાં છીએ. હવે દેશનો વારસો, ઇતિહાસ અને સ્વતંત્રતા સાચવવાની જવાબદારી આપણી છે. તેથી દેશનો સર્વાંગી વિકાસ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતેલા ખેલાડીઓનએ દેશનું ગૌરવ વધાર્યુ છે. તેમને પણ આપણે અભિનંદન આપીએ. આ સાથે જ કોરોના વોરિયર્સને પણ તેમની કામગીરી બદલ અભિનંદન આપવા ઘટે. આ સાથે જ સ્વતંત્રતા દિવસની ગુજરાતના નાગરિકોને શુભેચ્છા.

2022 માં સત્તા પરિવર્તન નહીં : પાટીલ

સી.આર.પાટીલે (C.R.Patil) આગામી સમયમાં ભાજપ દ્વારા યોજાનાર જન આશીર્વાદ યાત્રાની પણ માહિતી આપી હતી. તો સૌથી વધુ મહત્ત્વની વાત કરતાં જણાવ્યું હતું કે, 2022 ની ચૂંટણી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં જ યોજાશે. સત્તા પરિવર્તનની કોઈ વાત નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.