- ભારત બંધના એલાનમાં ગુજરાત કોંગ્રેસનું આહ્વાન
- આવતીકાલે મંગળવારે દેશવ્યાપી આંદોલનમાં કોંગ્રેસ જોડાશે
- ખેડૂત, ખેતી અને આઝાદ હિન્દુસ્તાનને સરકાર કરી રહી છે બરબાદ
અમદાવાદઃ કૃષિ બિલના ખેડૂતો દ્વારા થઈ રહેલા વિરોધને લઇને આવતી કાલે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જેના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતમાં બંધનું એલાન સફળ બનાવવા માટે અને ખેડૂતોનો અવાજ આક્રમણ બને તે માટે થઈ સરકાર સામે બાંયો ચઢાવવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં મળેલી બેઠકને ધ્યાનમાં રાખીને આવતીકાલે ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ કૃષિ બિલને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ ભારત બંધના એલાનમાં તમામ લોકો જોડાય તે રીતે રજૂઆતો કરવામાં આવશે. મહત્વનું છે કે, આવતીકાલે ભારત બંધના એલાનને લઈને ગુજરાત પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત અને તમામ જગ્યાઓ પર બાજનજર રાખીને બેઠેલાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે થઈ મજબૂત રણનીતિ તૈયારીઓ કરી રહી છે.
APMC નાબૂદ કરી સરકારના મળતીયાંને સાચવવા માગી રહી છેઃ કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે, આવતીકાલે ભારત બંધના એલાનમાં ગુજરાત કોંગ્રેસ પણ સમર્થન આપે છે. ખેડૂત ખેતી અને હિન્દુસ્તાનની બરબાદ કરવાની સરકારની નીતિ સામે આવતીકાલે ગુજરાત કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળશે. છેલ્લાં 11 દિવસથી પણ વધુ સમય થઈ ગયો છે. ખેડૂતો જે રીતે વિરોધ કરી રહ્યાં છે તેમ છતાં સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું. કડકડતી ઠંડીમાં ખેડૂતો સતત વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે સરકાર પોતાના મળતીયાં કંપનીને ફાયદો કરાવવા માગી રહી છે. ત્યારે આવતીકાલે દેશવ્યાપી આંદોલનમાં ગુજરાત કોંગ્રેસનો પણ સિંહફાળો જોવા મળશે. APMCને નાબૂદ કરી ખેતીને બરબાદ કરવાની રણનીતિ સામે આવતીકાલે કોંગ્રેસ પોલીસની ગોળી ખાવા પણ તૈયાર જોવા મળશે તેવું જણાવ્યું છે.
ખેડૂત, ખેતી અને આઝાદ હિન્દુસ્તાનને બરબાદ કરવાની સરકારની નીતિઃ કોંગ્રેસ - કોંગ્રેસ
છેલ્લાં કેટલાય દિવસોથી ખેડૂતો દ્વારા દિલ્હીમાં કૃષિ બિલને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના સમર્થનમાં આવતીકાલે મંગળવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસનું આહ્વાન છે કે, આવતીકાલે મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભારત બંધને સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે.
ખેડૂત, ખેતી અને આઝાદ હિન્દુસ્તાનને બરબાદ કરવાની સરકારની નીતિઃ કોંગ્રેસ