ETV Bharat / city

આગામી વિધાનસભા સત્રમાં 'લવ જેહાદ' સામેનો કાયદો આવશે: નીતિન પટેલ - AMC

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર હાલમાં અંતિમ તબક્કામાં છે. ત્યારે રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. આ સભામાં તેમણે આગામી વિધાનસભા સત્રમાં 'લવ જેહાદ' સામેનો કાયદો લાવવાની અને સોલા સિવિલ હોસ્પિટલને આસરવા સિવિલ હોસ્પિટલની જેમ અદ્યતન બનાવવાનાં વાયદા કર્યા હતા.

આગામી વિધાનસભા સત્રમાં 'લવ જેહાદ' સામેનો કાયદો આવશે: નીતિન પટેલ

author img

By

Published : Feb 19, 2021, 8:01 AM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદમાં સભા સંબોધી
  • આગામી વિધાનસભામાં લવ જેહાદ સામે કાયદો આવશે
  • અમદાવાદની સોલા સિવિલને અસારવા સિવિલ જેવી અદ્યતન બનાવાશે

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત અમદાવાદના સાયન્સ સિટી ખાતે ભાજપમાંથી ચૂંટાયેલા રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સભાને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગે દેશના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ માટે કરેલા કાર્યોને યાદ કરાવ્યા હતા અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં કરેલા કાર્યોની યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સમય આવનારા પાંચ વર્ષમાં મહાનગરનું ભવિષ્ય નક્કી કરવાનું છે.

કોંગ્રેસ વોટ બેન્કની લાલચમાં અસામાજિક તત્વો સામે પગલાં લેતી ન હતી

નીતિન પટેલે શરૂઆતમાં ભાજપની યોજનાઓ ગણાવી હતી અને કહ્યું હતું કે, ભાજપ પાસે વહીવટના અનુભવી નેતાઓની સાથે કાર્યકરોની પણ વિશાળ ફૌજ છે. 1995 સુધી કોંગ્રેસ જ્યારે સત્તામાં હતું, ત્યારે ગુંડાગીરી ફૂલીફાલી હતી. અમદાવાદમાં સતત કરફ્યૂ રહેતો હતો. કોંગ્રેસે પોતાની વોટ બેન્કની લાલચમાં ક્યારેય અસામાજિક તત્વો સામે પગલાં ભર્યા નથી. જો કોંગ્રેસ સત્તામાં હોત તો રામમંદિર ક્યારેય બનતુ નહી.

આગામી વિધાનસભા સત્રમાં 'લવ જેહાદ' સામેનો કાયદો આવશે: નીતિન પટેલ
આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લવાશેનીતિન પટેલે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવશે. જેથી હવે વિધર્મીઓ ભોળી દીકરીઓ અને બહેનોને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. આ ઉપરાંત હિન્દુઓની લાગણી દુભાય તેવી ફિલ્મો અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, આ એક ગેંગ છે, જે સતત હિંદુઓને અપમાનિત કરવાના કાવતરામાં લાગેલી છે.સોલા સિવિલ હોસ્પિટલને અદ્યતન બનાવાશેઆરોગ્યક્ષેત્ર અંગે નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યનાં આરોગ્ય પ્રધાને મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સોલા ખાતે સિવિલ હોસ્પિટલને અદ્યતન બનાવવામાં આવશે. તેની અંદર પણ અસારવા સિવિલ હેસ્પિટલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ માટે સિવિલના વિસ્તૃતિકરણનું કાર્ય પણ હાથ ધરાશે. આ બાબતમાં નાયબ મુખ્યપ્રધાન પોતે અંગત રસ લઈ રહ્યા છે. હવે અમદાવાદ પશ્ચિમનાં લોકોએ પૂર્વમાં આરોગ્ય સેવા માટે જવું નહીં પડે.સૌથી વધુ લીડ મેળવાનાર ભાજપના વૉર્ડને ઇનામઆ સાથે નાયબ મુખ્યપ્રધાને એવી જાહેરાત પણ કરી હતી કે, અમદાવાદના 48 વોર્ડમાંથી જે વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ લીડથી જીતશે. તેને ભાજપ દ્વારા એક ઈનામની રકમ આપવાની રજુઆત પણ તેમણે કરી હતી. આ ઉપરાંત તેમના તરફથી પણ સહાય મળે તેવી વ્યવસ્થા કરશે. આ સાથે જ નાયબ મુખ્ય પ્રધાને રામમંદિર નિર્માણ નિધી માટે દાન આપવા લોકોને અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.