રાજ્ય સરકાર તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામા પ્રમાણે પોલીસે વણીકર ભવન બહાર થતાં હોબાળાને અટકાવવા માટે અને કાયદો - વ્યવસ્થા જાળવી રાખવા માટે કાર્યવાહી કરી હતી. જેમાં ભવનના ટ્રસ્ટીઓને બહાર કાઢવામાં આવ્યા નથી.
પાલડી સ્થિત પી.આઈ રબારી પર જે આક્ષેપ કરવામાં આવ્યા હતા. એ પણ ખોટા હોવાનો સરકારે દાવો વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, વણીકર ભવનમાં વર્ષોથી કામ કરતા અને સમગ્ર ઘટનાની સાક્ષીદિપીકા બેન લાવન્ત્રિકાએ નિવેદનમાં જણાવ્યું છે કે ટ્રસ્ટીઓને પોલીસ દ્વારા ભવનની બહાર હાંકવામાં આવ્યા નથી. એટલું જ નહિ ભવનની બહાર તૈનાત કરવામાં આવેલા SRPના જવાનોએ પણ આ વતાને સહમતિ આપતા કહ્યું પોલીસ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે.
VHPમાંથીઅલગ થયેલા પ્રવિણતોગડીયા જુથ એટલે કે AHPનો આક્ષેપ છે કે વણીકર ભવનનો કબ્જો મેળવવા માટે VHPના કાર્યકરતાઓએ પોલીસ સાથે મળીને ટ્રસ્ટીઓને ભવનની બહાર કાઢ્યાં હતા અને જ્યાર બાદ ભારે હોબાળો કર્યો હતો. જેને લઈને રણછોડ ભરવાડ દ્વારા હાઈકોર્ટમાં પોલીસ સહિત અનેક પક્ષકાર વિરૂધ અરજી દાખલ કરાય હતી.