અમદાવાદઃ કોરોના લોકડાઉનને લીધે ધંધો રોજગાર ઠપ્પ થઈ જતા મંડળે શિક્ષણ વિભાગ પાસે માંગ કરી છે કે, તમામ બોર્ડની શાળાઓમાં એપ્રિલ, મે અને જૂનના પ્રથમ ક્વોટર માટે નક્કી થયેલી FRCમાં 50 ટકા જેટલી છૂટ આપવામાં આવે.
આ મુદ્દે વાતચીત કરતા વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાં લૉકડાઉનને કારણે FRCમાં રાહત આપવામાં આવી છે તો ગુજરાતમાં કેમ નહિ..? આ સંકટના સમયમાં જો સરકાર રાહત આપે તો વાલીઓ માટે મદદરૂપ થશે.
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પણ તેમની સાથે જોડાયેલી અનેક ટ્યુશન ક્લાસીસને ફી ન વસૂલવાનો આદેશ કરવમાં આવ્યો છે. ત્યારે વાલીઓ શિક્ષણ વિભાગ FRCમાંથી રાહત આપે તેની રાહ જોઈને બેઠા છે. જોકે શિક્ષણ વિભાગ તરફથી અત્યાર સુધી આ મુદ્દે કોઈ જવાબ આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે દર વર્ષે FRC અને ફી ને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે.
કોરોના લોકડાઉનથી ધંધો-રોજગાર ઠપ્પ હોવાથી સરકાર FRCમાં 50 ટકા છૂટ આપેઃ વાલી મંડળ - અમદાવાદ ન્યૂજ
રાજ્યમાં કોરોના વાઇરસના વધતા પ્રભાવને લીધે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેને પગલે ધંધો-રોજગાર ઠપ થઈ છે. જેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ વિભગને પત્ર લખી માંગ કરવામાં આવી છે કે, 2020ના એપ્રિલ, મેં અને જૂનના પ્રથમ કવોટરમાં શાળાઓમાં 50 ટકા ફી માફી કરવામાં આવે.