અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જેમ નજીક આવી રહી છે. તેમ વિવિધ રાજકીય પાર્ટી પોતાની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ આ વર્ષે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ જોવા મળી રહ્યું છે. એક બાજુ આમ આદમી પાર્ટી ભાજપના 27 વર્ષનો હિસાબ (BJP Career Performance) માગી રહી છે. ભાજપ દ્વારા પણ જે આમ આદમી પાર્ટી નેતા દ્વારા જે પ્રમાણે હિન્દુ વિરોધી શપથ (Anti Hindu Oath) અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અપશબ્દો બોલવામાં આવ્યા છે. તેને લઈને આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી હલકી માનસિકતા ધરાવે છે ગોરધન ઝડફિયા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની જ્યારથી રચના થઈ છે. ત્યારથી જ હલકી માનસિકતા ધરાવી રહી છે. જે દેશના વડાપ્રધાન પર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે દેશ માટે અને ગુજરાત માટે ખરાબ કહી શકાય દેશના રાજકારણમાં રાજનીતિક મૂલ્યો અને વિચાર અલગ હોઈ શકે છે. પરંતુ દેશના વડાપ્રધાન માટે આવા શબ્દોનો ઉપયોગ કરવા એ દેશ માટે અપમાનજનક (Vulgar Language Use on Prime Minister) કહી શકાય છે.
દિલ્હીમાં અને ગુજરાતમાં પ્રેસ વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જ તેમના પ્રધાને જાહેર સભામાં હાજરી આપીને હિન્દુ દેવી દેવતાઓના પૂજા વિધિ નહીં કરવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેજરીવાલે કોઈ પગલાં કે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પરંતુ જ્યારે આ જ ગોપાલ ઇટાલીયાનો જુનો વિડીયો વાયરલ થયો. તે અંગે ગોપાલ ઇટાલીયા બચાવવા માટે (Press in Delhi and Gujarat to save Gopal Italia) દિલ્હીમાં અને ગુજરાતમાં પ્રેસ કરવામાં આવી રહી છે.
આપના અડધા નેતા જેલમાં વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તે આમાં બે પાર્ટી પોતે ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી (Corruption Free Party) કરી રહી છે. પરંતુ હકીકતમાં તેમના અડધાથી વધુ નેતાઓ ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિને કારણે હાલ જેલમાં છે. ભૂતકાળમાં પણ કારણ કેજરીવાલ આતંકવાદી પુલવામાં હુમલો (Terrorist attack in Pulwama), બાલાકોટ એર સ્ટ્રાઈકમાં પણ તેમણે પુરાવા માંગ્યા હતા. આજ તેમની માનસિકતા ધરાવે છે. ખરેખર આમ આદમી પાર્ટી એ સામાન્ય માણસની પાર્ટી નથી. પરંતુ ભાગલાવાદી પાર્ટી (AAP is Separatist party) છે.
હજારો કાર્યકર્તાઓ ડિબેટ કરવા તૈયાર રામાપીરના સંસદ રાઘવ ચડ્ડા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાઘવ ચડ્ડા છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શું કામ કરે છે. તેનો હિસાબ માગી રહ્યા છે, પણ તેની સાથે હું નહીં પણ મારા જેવા હજારો કાર્યકર્તાઓ ડિબેટ કરવા તૈયાર છે. ગુજરાતમાં શું વિકાસ થયો છે, તે જણાવવા તૈયાર છે. સરકારે જનતાને પૈસા આપ્યા નથી, પરંતુ તેમને પોતાના પગ પર ઉભા કર્યા છે. ખેડૂતોને પાકના પૈસાઓ સીધા તેમના ખાતામાં આજે જમા થઈ રહ્યા છે.
આજે ઘરે ઘરે નર્મદાનું પાણી વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટી ગુજરાતમાં પંજાબ અને દિલ્હીનું મોડલ બતાવીને ગુજરાત સરકાર પાસે 27 વર્ષનો હિસાબ માંગી રહ્યા છે, પરંતુ તેમને એ ખબર નથી કે આજથી 20 વર્ષ પહેલા 430 હજાર ગામોમાં ટેન્કરથી પાણી મળતું હતું. તેને બદલે આ જ ઘરે ઘરે નર્મદાનું પાણી મળી રહ્યું છે.