અમદાવાદ: આજે લેવાયેલી વનરક્ષક વર્ગ-3ની પરીક્ષામાં પેપર ફૂટ્યાની ઘટના (Mehsana Paper Leak) સામે આવી છે. ઉનાવામાં મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું હોવાની આંશકા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા (Gopal Italia on Paper Leak)એ સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ સરકાર કોઈ પણ પ્રકારના આરોપીને છોડતી નથી. એટલે ફરી એકવાર ગુજરાતના બેરોજગાર યુવાનોનું નસીબ ફૂટ્યું છે.
વનપ્રધાન આરામ કરતા હતા: ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, ગુજરાતના પેપર ફૂટવાની ઘટનામાં (Gujarat Paper leak scam) નવાઈ નથી રહી. વારંવાર અનેકવાર પેપર ફૂટે છે. ભાજપ સરકાર કોઈ આરોપી છોડવામાં નહીં આવે તે માત્ર જૂઠાણા જ ફેલાવી રહી છે. ગુજરાતમાં યુવાનો રાત દિવસ મહેનત કરીને સપના જોતો હોય છે, તે સપના પર ભાજપ સરકાર પાણી ફેરવી રહી છે. આજ જ્યારે પેપર ફૂટવાની વાત કરવા માટે વનપ્રધાનનો ફોન કરવામાં આવ્યો, ત્યારે પીએ ફોન ઉપાડી જાણ કરી કે હાલ સાહેબ આરામમાં છે. જાગે એટલે જાણ કરું આ ગુજરાતનું દુર્ભાગ્ય છે.
મહેસાણામાં વન સંરક્ષણની પરીક્ષાનું પેપર ફૂટવાને લઈને જીતુ વાઘાણીનું નિવેદન
જો પરીક્ષા નિષ્પક્ષપણે ના લઇ શકો તો જવાબદારી છોડી દો : પ્રવીણ રામ
આપના યુવા પ્રમુખ પ્રવીણ રામે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેપર ફૂટવું એ સામાન્ય બાબત બની ગઈ છે. ભાજપ સરકારે પેપર ફૂટવામાં અનેક સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં એક નવી સિદ્ધિ સામેલ થઈ છે. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તમે જો નિષ્પક્ષપણે જવાબદારી નિભાવી ન શકતા હોય તો જવાબદારી છોડી રાજ્યના યુવાન નેતાને સોંપી દેવી જોઈએ.
IPL 2022માં 28 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો