- સુરતની મહિલા સાથે અમદાવાદમાં દુષ્કર્મ
- પ્રેમીએ બળજબરીથી પોતાના મિત્ર સાથે મળી આચર્યું દુષ્કર્મ
- પ્રેમીએ મહિલાને મારી નાખવાની આપી હતી ધમકી
અમદાવાદ: શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સુરતમાં રહેતી મહિલા તેના પ્રેમી સાથે પતિની જાણ બહાર અમદાવાદ આવી હતી. અહીં, મહિલાએ પ્રેમીના મિત્ર સાથે સંબંધ બાંધવાની ના પાડતા પ્રેમીએ મહિલાને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ, દારૂના નશામાં પ્રેમીના મિત્ર અને પ્રેમીએ જજીસ બંગલો પાસે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો: વરાછામાં કારખાનામાં રમવા જતી 4 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બની
પ્રેમીને 14000ની કિંમતનો મોબાઇલ લઇ આપ્યો
મહિલા તેના પ્રેમી પાછળ એટલી પાગલ હતી કે તેણે પ્રેમીને 14000ની કિંમતનો મોબાઇલ પણ લઇ આપ્યો હતો. એટલું જ નહીં, પ્રેમીએ વિશ્વાસમાં લઇ મહિલાના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે 80,000 રુપિયા પણ ઉપાડી લીધા હતા. ત્યારબાદ, ફોન બંધ કરીને આરોપી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે મહિલાએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આથી, પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: રૂ. 50ની લાલચ આપી નરાધમે 9 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ