અમદાવાદ જન્માષ્ટમીના પાવન પર્વે સલામતી અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને અગમચેતીના ભાગરૂપે ઘી કાંટા મેટ્રો સ્ટેશન (Gheekanta Metro Station) પર ઈમરજન્સી ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, ગુજરાત પોલીસ EMRI 108 તેમજ L એન્ડ T અને સ્ટર્લીંગના સંકલન હેઠળ આ ડ્રીલનું આયોજન (Ahmedabad Metro Station) કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો જય કનૈયા લાલ કી ખભેખભા મિલાવીને બહેનો નીકળશે મટકી ફોડવા
ઇમરજન્સી રિસ્પોન્સ મેટ્રોના એક કોચને મેટ્રો સ્ટેશનથી 200 મીટર દૂર મિકેનિકલ માલફંકશનિંગના કારણે આગ અકસ્માતની સંભવિત ઘટના સર્જાતા મેટ્રો સ્ટેશનના સ્ટાફ દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ કરીને બચાવ કામગીરીની ડ્રીલ કરવામાં આવી હતી. અન્યજનો દ્વારા સાથે મળીને સમગ્ર ઘટનાને ઓછા સમયમાં સુરક્ષિત રીતે કેવી રીતે રિસ્પોન્સ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેથી કરીને આવનારા સમયમાં કોઈપણ (Gheekanta Metro Station Emergency Drill) પ્રકારની આકસ્મિક પરિસ્થિતિઓને નિવારી શકાય છે.
આ પણ વાંચો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોરમાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો
બચાવ કામગીરી કરવામાં આવી સમગ્ર ઘટનાક્રમ 11થી શરૂ કરીને આશરે 12 કલાકે સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવ્યો હતો. જે પૈકી 53 પેસેન્જર તેમજ એક ટ્રેન ઓપરેટરને સુરક્ષિત રીતે વોક વે પરથી સ્ટ્રેચરના માધ્યમથી એક વ્યક્તિની બચાવ કામગીરી કરવામાં આવી હતી. મેટ્રો સ્ટેશનના સ્મોક વેન્ટિલેટર સિસ્ટમના માધ્યમથી મેટ્રો ટનલમાં ફસાયેલા ધુમાડાને બહાર કરવામાં આવ્યો હતો.Gheekanta Metro Station, Gheekanta Metro Station Emergency Drill GheeKanta Metro Station Emergency Response, Smoke ventilator system of metro stations