અમદાવાદ વડાપ્રધાન મોદી ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. જેની જાહેરાત ગુજરાત સરકારે બજેટમાં કરી હતી.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોંચિંગ ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે શુક્રવાર 30 સપ્ટેમ્બરે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું (gau mata Nutrition )લોંચિંગ કરશે.
ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા મહત્વને ઉજાગર કરતી યોજના છે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના 2022-23 ના બજેટમાં જાહેર કરી છે. પીએમના હસ્તે સહાય રકમ અર્પણ કરાશે વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને(Donation of aid amount to gau shala and cages ) સહાયની રકમ અર્પણ કરશે.