અમદાવાદ- વર્ષ 2020માં બનેલી ગેંગરેપ ઘટનામાં (Gang Rape Case) જેલહવાલે કરાયેલા આરોપીઓ દ્વારા ફરિયાદી મહિલાને મારી નાખવાની ધમકી આપતા ગેંગરેપનો ભોગ બનેલી પીડિતા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ(Gang Rape Victim Suicide ) થયો હતો. યુવતી પર આરોપીઓ દ્વારા હુમલાની કોશિશના પગલે ડઘાઈને મોડીરાત્રે યુવતીએ ઊંઘની સંખ્યાબંધ ગોળીઓ (Attempted suicide by a gangrape victim)ખાઈ લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી. યુવતીએ આ અંગે પોતાના વકીલને વિડીયો પણ મોકલ્યો હતો.
પીડિતાનો આક્ષેપ- આત્મહત્યાનો પ્રયાસ (Gang Rape Victim Suicide )કરનાર ગેંગરેપ પીડિતાનો પોલીસ પર એવો પણ આક્ષેપ છે કે આરોપીઓ તરફથી મળતી અવારનવાર ધમકીને પગલે પોલીસની મદદ માંગવામાં આવી હતી. પણ પોલીસની મદદ ન મળતા તેણે આ(Attempted suicide by a gangrape victim) પગલું ભર્યું હતું.
આ પણ વાંચોઃ વડોદરામાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, પોલીસ તપાસ શરુ કરી
ગાંધીનગરમાં હુમલો પણ થયો હતો - પીડિત યુવતી તરફથી આજે મામલાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુનાવણી પહેલાં જ તેણે (Gang Rape Victim Suicide )આ પગલું ભર્યું છે. પીડિતા પર 8 જૂનના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હુમલો પણ થયો હતો. ગત રાત્રીએ ગેંગરેપનો ભોગ બનેલી પીડિતા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide by a gangrape victim)કરવા મામલે વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) જાણવાજોગ નોંધ કરી હોવાનું સામે આવ્યું છે.