ETV Bharat / city

ગણેશજીને આ વિવિધ પ્રકારના મોદકનો ભોગ ધરવાથી પરિવારમાં આવે છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવે છે. ત્યારે ગણેશભક્તો દ્વારા અનેક રીતે ગણેશ ભક્તિ કરી ભગવાન ગણેશજીને રીઝવવામાં આવે છે. માનવામાં આવે છે કે ગણેશજીને મોદક ખૂબ જ પ્રિય હોય છે ત્યારે ગણેશ મહોત્સવ દરમ્યાન શ્રીજી ભક્તો પંડાલ કે, પોતાના મકાનમાં બિરાજમાન કરાવતા ભગવાન ગણપતિને ધરાવવામાં આવતા મોદકની અલગ અલગ વેરાયટીઓ ખરીદી રહ્યા છે.Ganesh Chaturthi Bhog,Ganesh Chaturthi 2022,Ganesh Modak, Recipe,Ganesh Chaturthi Recipe

ગણેશજીને આ વિવિધ પ્રકારના મોદકનો ભોગ ધરવાથી પરિવારમાં આવે છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ
ગણેશજીને આ વિવિધ પ્રકારના મોદકનો ભોગ ધરવાથી પરિવારમાં આવે છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ
author img

By

Published : Aug 31, 2022, 2:06 PM IST

ન્યુઝ ડેસ્ક ગણેશ ચતુર્થી આવતા જ દરેક ઘરમાં મોદક બનવાનું શરૂ થઈ જાય છે.આ દિવસોમાં દરેક લોકો ગણપતિ બાપ્પાના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. હિંદુ ધર્મમાં ભગવાન ગણેશનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ છે. આ તહેવારમાં તમામ દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને દસ દિવસ પછી ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે.

ગણેશજીને આ વિવિધ પ્રકારના મોદકનો ભોગ ધરવાથી પરિવારમાં આવે છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

આ પણ વાંચો નાળિયેર અને માટીના સંગમથી બની રહી છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ, દિવ્યાંગો આપી રહ્યા છે ફાળો

જે રીતે આપણે બધાને કંઇકને કંઇક પ્રિય હોય છે, તેવી જ રીતે ભગવાન ગણેશને મોદક પ્રિય છે. મોદક ચઢાવવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેનાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભુજના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને જુદી જુદી પ્રકારના 20થી 25 પ્રકારના મોદકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

અનેક પ્રકારના મોદક ગણેશ મહોત્સવ (Ganeshotsav 2022) દરમિયાન બાપ્પાને રોજ અલગ-અલગ પ્રકારની પ્રસાદી ધરાવવામાં આવે છે. એક દિવસ ચૂરમાના લાડુ, એક દિવસ મોદક, એક દિવસ મોતીચૂરના લાડુ, એક દિવસ ગોળના મોદક, માવાના મોદક વગેરે જેવા મોદક ગણેશજીનો પ્રિય પ્રસાદ છે. ત્યારે તમે અલગ-અલગ પ્રકારના મોદકનો ભોગ તેમને ધરાવી શકો છો ત્યારે ભુજની જનતા માટે મોદકની પસંદગી માટે અનેક વિકલ્પો છે.

20થી 25 પ્રકારના મોદકની વેરાયટીઓ ભુજના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા (types of modak) સાદા મોદક, ચુરમાના મોદક, મોતી મોદક, ટોપરાના મોદક, મોતીચૂરના મોદક, માવા મોદક, ગોળના મોદક, ચોકલેટ મોદક, સ્ટ્રોબેરી મોદક, ટુટીફ્રુટી મોદક, બટર મોદક, ડ્રાયફ્રુટ મોદક, પાન મોદક, ઠંડાઈ મોદક, બટરસ્કોચ મોદક, ઓરીઓ મોદક, સુગર ફ્રી મોદક, ચુરમોદક, ફ્રૂટ મોદક, ઘનઘોર મોદક, બ્રાઉની મોદક, મહામોદક, કેસર મોદક, ચોકલેટ ચિપ્સ મોદક, બાફેલા મોદક, તળેલા મોદક, રવા મોદક વગેરે જેવા જુદી જુદી વેરાયટીના મોદક (Ganesh Chaturthi Recipe) બનાવવામાં આવી રહ્યા છે.જેથી કરીને નાની ઉંમરના વ્યક્તિથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ પોતાની પસંદ મુજબ મોદકની ખરીદી કરીને ભગવાન ગણેશજીને ભોગ ધરાવી શકે.

આ પણ વાંચો કરો એવા ગણપતિ મંદિરના દર્શન જ્યાં એક પણ દાનપેટી નથી

શા માટે ગણેશજીને મોદક ચઢાવવામાં આવે છે? ભગવાન ગણેશને મોદક પસંદ કરવા પાછળનું કારણ એવું કહેવાય છે કે, એક વખત ભગવાન શિવ સૂતા હતા અને ગણેશજી તેમની રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન પરશુરામ ત્યાં પહોંચી ગયા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. તો પરશુરામ ક્રોધે ભરાયા અને ગણેશજીનો આ દરમિયાન એક દાંત તૂટી ગયો. તૂટેલા દાંતને કારણે તેને સખત વસ્તુઓ ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે ખાવામાં ખૂબ જ સરળ હોય છે, તેથી ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે, ભગવાન ગણેશને મોદકનો ભોગ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન બાપ્પાને 21 મોદક ચઢાવવામાં (Why is Modak a favorite food of Ganesha) આવે છે.

કિલોના ભાવે મોદકનું વહેંચાણ ભુજની મીઠાઈ બજારમાં મોદકના ભાવની વાત કરવામાં આવે તો 400 રૂપિયાથી લઈને 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મોદકનું વહેંચાણ થતું હોય છે.તો ચાલુ વર્ષે વરસાદ પણ સારા પ્રમાણમાં થયો છે તો ગણેશ ચતુર્થી પણ સારા એવા સમયે આવી રહી છે ત્યારે લોકો પણ જુદી જુદી વેરાયટીના મોદકની (Modak of different varieties) માંગ કરે છે અને મોટા મોટા ઓર્ડર પણ આપી રહ્યાં છે ત્યારે આ વર્ષે મીઠાઈ વિક્રેતાઓને સારા વેપારની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.