ETV Bharat / city

પાટણમાં ગણેશજીની મૂર્તિઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ - ગણેશ ચતુર્થી 2022

ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટણમાં મૂર્તિ બનાવનાર કારીગરો ભગવાન ગજાનનની નાના મોટા કદની અલગ અલગ મૂર્તિઓ બનાવવા વ્યસ્ત બન્યા છે અને મૂર્તિઓને રંગરોગાન કરી આખરી ઓપ આપી રહ્યા છે. final touches of Ganeshji ideols, Ganesh Chaturthi 2022, Ganeshji ideols in patan

પાટણમાં ગણેશજીની મૂર્તિઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

author img

By

Published : Aug 30, 2022, 1:26 PM IST

પાટણ મુખ્ય હિન્દુ તહેવાર ગણેશોત્સવ 31 ઓગસ્ટ 2022 થી શરૂ થઈ રહ્યો છે. ગણેશ બાપ્પાની સ્થાપના ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ કરવામાં આવે છે. કહેવાય છે કે, જ્યાં પણ બાપ્પાનો વાસ હોય છે, ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. આ વર્ષે ગણપતિ બાપ્પાનું આગમન ખૂબ જ શુભ છે. આ સ્થિતિમાં આ વર્ષે બુધવારે ગણેશ સ્થાપના થશે. Ganesh Chaturthi 2022, Ganesh Chaturthi 2022 date, Ganesh Chaturthi subh muhrat

આ પણ વાંચો બાપ્પાના આ ભક્તિ સંદેશાઓ સાથે ગણેશ ચતુર્થીની આપો શુભેચ્છા અને જાણો આરતી

કારીગરો મૂર્તિઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત ઐતિહાસીક પાટણ નગર એટલે લોકમેળા, વ્રતો અને ધાર્મિક ઉત્સવોની નગરી શ્રાવણ માસમાં શિવ ભક્તિનો મહિમા પૂર્ણ થયા બાદ ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. છેલ્લા દસ વર્ષથી પાટણમાં ગણેશ ઉત્સવનો મહિમા વધ્યો છે. શહેરમાં વિવિધ મોહલ્લા, પોળો અને સોસાયટીઓમાં ગણેશજીની 3,5, 7 અને 11 દિવસ સુધી સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. હવે ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પરંપરાગત રીતે મૂર્તિ બનાવનાર પરિવારના કારીગરો ગણેશજીની નાના મોટા કદની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. ગણેશ મહોત્સવને લઈને પાટણના નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ દુકાનો પર જઈને મૂર્તિઓના ઓર્ડરો લોકો આપી રહ્યા છે. ખાસ કરીને માટીની મૂર્તિઓની માંગ વિશેષ હોવાને કારણે કારીગરો દ્વારા માટીની મૂર્તિઓ બનાવવામાં આવી છે.

પાટણમાં ગણેશજીની મૂર્તિઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

લોકોએ ઉત્સાહ સાથે આપ્યા મૂર્તિઓના ઓર્ડર મૂર્તિ બનાવનાર નરેશ ઓતિયાએ જણાવ્યું હતું કે, બે વર્ષથી કોરોના મહામારીને કારણે થોડી મૂર્તિઓનું વેચાણ થયું હતું. જ્યારે ચાલુ વર્ષે સરકારે તહેવારોમાં કોઈ નિયંત્રણો રાખ્યા નથી, જેને લઇને લોકો ઉત્સાહ સાથે મૂર્તિઓના ઓર્ડર આપી રહ્યા છે. ખાસ કરીને 100 રૂપિયાથી માંડી 7000 રૂપિયા સુધીની કિંમતની મૂર્તિઓ (price of Ganpati idol) બનાવી છે. ગત વર્ષ કરતાં સારા એવા પ્રમાણમાં ઓર્ડરો મળી રહ્યા છે અને હજી વધુ ઓર્ડર મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો આ વર્ષે ગણેશજીનું આગમન છે ખૂબ જ શુભ,જાણો શું છે કારણ

માટીની મૂર્તિ વધુ ખરીદાય છે ગણેશજીની મૂર્તિ ખરીદવા આવનાર કૈલાશબેને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી અમારા ઘરમાં કરવામાં આવે છે વિધિવત રીતે ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે દર વર્ષે માટીની મૂર્તિ જ ખરીદી તેની સ્થાપના કરવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ પણ તે પાણીમાં ઓગળતી ન હોવાથી ભગવાનનું અપમાન થાય છે અને પાપ લાગે છે માટે માટીની મૂર્તિ (eco friendly Ganpati idol) જ ખરીદીએ છીએ. ઉત્સવ નગરી પાટણમાં ગણેશ ઉત્સવને લઈને શહેરીજનોનો અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. વિવિધ દુકાનો ઉપર લોકો મૂર્તિ બનાવવાના ઓર્ડરો આપી રહ્યા છે, તો સોસાયટીઓમાં ગણેશજીની પધરામણી માટેના પાંડાલો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.